For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના સર્વેમાં પણ રાહુલ ગાંધીથી આગળ છે પીએમ મોદી

કોંગ્રેસે હાલમાં જ એક સર્વે કરાવ્યો છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકપ્રિયતાનો ગ્રાફ અત્યારે ઝડપથી વધી રહ્યો છે તેમછતાં તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી પાછળ છે.

|
Google Oneindia Gujarati News

આગામી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોએ પોત પોતાની રીતે દેશના લોકોનો મૂડ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સત્તામાં પાછા આવવાની કોશિશોમાં જોતરાયેલી કોંગ્રેસે હાલમાં જ એક સર્વે કરાવ્યો છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકપ્રિયતાનો ગ્રાફ અત્યારે ઝડપથી વધી રહ્યો છે તેમછતાં તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી પાછળ છે. કોંગ્રેસ દ્વારા કરાવવામાં આવેલા સ્વતંત્ર સર્વેમાં લોકપ્રિયતા મામલે પીએ મોદી પહેલા સ્થાન પર જળવાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ 'બળજબરીના સંબંધમાં સંમતિ નથી હોતી': એમ જે અકબરને પત્રકારનો જવાબઆ પણ વાંચોઃ 'બળજબરીના સંબંધમાં સંમતિ નથી હોતી': એમ જે અકબરને પત્રકારનો જવાબ

49 ટકા લોકોની પસંદ નરેન્દ્ર મોદી

49 ટકા લોકોની પસંદ નરેન્દ્ર મોદી

સૂત્રો અનુસાર દેશના રાજકીય પરિસ્થિતિને સમજવા માટે કોંગ્રેસ દ્વારા સ્વતંત્ર એજન્સી દ્વારા એક સર્વે કરાવવામાં આવ્યો હતો જેમાં જોવામાં આવ્યુ કે રાહુલ ગાંધીન લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે અને દેશના 43 ટકા લોકોએ તેમને પ્રધાનમંત્રી પદ માટે પોતાની પસંદ માન્યા છે. જ્યારે આગામી લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી પદ માટે દેશના 49 ટકા લોકોની પસંદ નરેન્દ્ર મોદી છે.

પીએમ પદ માટે રાહુલ ગાંધીને 43 ટકા લોકોએ પસંદ કર્યા

પીએમ પદ માટે રાહુલ ગાંધીને 43 ટકા લોકોએ પસંદ કર્યા

સૂત્રોનું કહેવુ છે કે સર્વેનો ઉદ્દેશ્ય એ જાણવાનો હતો કે જનતા સામે મોટા મુદ્દા શું છે. પક્ષ આ આધાર પર તથ્યોને ધ્યાનમાં રાખીને આગામી લોકસભા ચૂંટણી માટે પોતાની રણનીતિ તૈયાર કરશે. કોંગ્રેસ રાહુલ ગાંધીની વધતી લોકપ્રિયતાથી ઉત્સાહિત છે પરંતુ હજુ પણ પીએમ મોદી પહેલા સ્થાન પર છે જેના કારણે પક્ષના રસ્તો સરળ જણાતો નથી.

રાહુલની લોકપ્રિયતા વધી પરંતુ પીએમ મોદી હજુ પણ આગળ

રાહુલની લોકપ્રિયતા વધી પરંતુ પીએમ મોદી હજુ પણ આગળ

કહેવામાં આવી રહ્યુ છે કે આ સર્વેમાં મોદી સરકારની ત્રણ સૌથી મોટી સફળ યોજનાઓ વિશે પૂછવામાં આવ્યુ હતુ જેના પર લોકોએ સ્વચ્છ ભારત યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના અને ઉજ્વલા યોજનાનું નામ લીધુ. જ્યારે લોકોએ નોટબંધી, મોંઘવારી અને બેરોજગારીને મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતા ગણાવી છે.

આ પણ વાંચોઃ એમપીમાં ચૂંટણી હારી શકે છે શિવરાજ સરકાર, ખુફિયા રિપોર્ટમાં થયો ખુલાસોઆ પણ વાંચોઃ એમપીમાં ચૂંટણી હારી શકે છે શિવરાજ સરકાર, ખુફિયા રિપોર્ટમાં થયો ખુલાસો

English summary
pm narendra modi ahead of rahul gandhi in survey conducted by congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X