For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ 20 લાખ કરોડના આર્થિક પેકેજનું એલાન કર્યું

પીએમ મોદીએ 20 લાખ કરોડના આર્થિક પેકેજનું એલાન કર્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારી વચ્ચે પીએણ મોદીએ મંગળવારે દેશને નામ સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ્ં કે કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈમાં ભારતને આત્મનિર્ભર બનવું પડશે. આ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આજે હું 20 લાખ રોડના આર્થિક પેકેજનું એલાન કરું છું. પીએમ મોદીએ કહ્યું કે આ આર્થિક પેકેજ ભારતની કુલ જીડીપીના 10 ટકા છે. આ આર્થિક પેકેજ દ્વારા લેન્ડ, લેબર, લિક્વિડિટી અને લૉ તમામ પર જોર આપવામાં આવશે.

બધા વર્ગ માટે હશે આ પેકેજઃ પીએમ મોદી

બધા વર્ગ માટે હશે આ પેકેજઃ પીએમ મોદી

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આ આર્થિક પેકેજ દ્વારા દેશના વિવિધ વર્ગોને 20 લાખ કરોડ રૂપિયાની સહાય મળશે. આ આર્થિક પેકેજ 2020માં દેશના વિકાસની યાત્રાને નવી ગતિ આપશે. પીએમ મોદીએ કહ્યું કે આ પેકેજ દ્વારા તમામ પ્રકારના લઘુ અને મોટા ઉદ્યોગો માટે લાભ પહોંચાડવામાં આવશે. આ પેકેજ દરેક શ્રમિક અને ખેડૂત માટે છે, જે દરેક સ્થિતિ અને મોસમમાં દેશવાસીઓ માટે શ્રમ કરે છે. આ ઉપરાંત મધ્યમ વર્ગ માટે પણ આ પેકેજ રાહત આપશે, જે દેશ માટે ટેક્સ ચૂકવે છે.

આત્મનિર્ભર ભારત અભિયાનની મહત્વની કડી છે આ પેકેજ

આત્મનિર્ભર ભારત અભિયાનની મહત્વની કડી છે આ પેકેજ

પીએમ મોદીએ કહ્યું કે આ આર્થિક પેકેજ આત્મનિર્ભર ભારત અભિયાનની મહત્વની કડી તરીકે કામ કરશે. હાલમાં સરકારે કોરોનાસંકટ સાથે જોડાયેલ જે ઘોષણાઓ કરી હતી, જે રિઝર્વ બેંકના ફેસલા હતા અને આજ જે આર્થિક પેકેજનું એલાન થઈ રહ્યું છે, તેને જોડી દઈએ તો આ 20 લાખ કરોડ રૂપિયાનું છે. આ બધા દ્વારા દેશના વિવિધ વર્ગોને આર્થિક વ્યવસ્થાની કડીને સપોર્ટ મળશે. આ આર્થિક પકેજ એવા તમામ ઉદ્યોગો માટે છે, જે કરોડો લોકોની આજીવિકાનું સાધન છે.

ભારતની વ્યવસ્થાઓ અધિક સક્ષમ, સમર્થ જોવા મળી

ભારતની વ્યવસ્થાઓ અધિક સક્ષમ, સમર્થ જોવા મળી

પીએમ મોદીએ કહ્યું કે તમે પણ અનુભ કર્યો છે કે ગત 6 વર્ષોમાં જે સુધારો થયો છે, તેના કાણે આજે સંકટના આ સમયે પણ ભારતની વ્યવસ્થાઓ વધુ સક્ષમ, વધુ સમર્થ જોવા મળી છે. હવે સુધારના એ વિસ્તારને વધુ વ્યાપક કરવાનો છે, નવી ઉંચાઈ આપવાની છે. આ સુધાર ખેતી સાથે જોડાયેલ સંપૂર્ણ સપ્લાઈટ ચેનમાં હશે, જેથી ખેડૂત પણ સશક્ત થાય અને ભવિષ્યમાં કોરોના જેવા કોઈ બીજા સંકટમાં કૃષિ પર ઓછામા ઓછી અસર થાય. આ બધુ આત્મનિર્ભરતા, આત્મબળ અને આત્મવિશ્વાસથી જ શક્ય છે.

પીએ મોદીએ આત્મનિર્ભર ભારત પર આપ્યો ભાર, કહ્યું લૉકલ ખરીદો વૉકલ બનોપીએ મોદીએ આત્મનિર્ભર ભારત પર આપ્યો ભાર, કહ્યું લૉકલ ખરીદો વૉકલ બનો

English summary
PM Narendra Modi Announces An Economic Package Of 20 Lakh Crore Rupees.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X