For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનંત કુમારના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક, પત્ની સાથે ફોન પર કરી વાત

કેન્દ્રીય મંત્રી અનંત કુમારના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય મંત્રી અનંત કુમારના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક એક કરીને ત્રણ ટ્વિટ કર્યા છે જેમાં તેમણે અનંત કુમારના નિધન પર શોક વ્યક્ત કરીને લખ્યુ કે મારા અમૂલ્ય સાથી અને દોસ્ત અનંત કુમારના નિધન પર ઘણો દુઃખી છુ. તેઓ જબરદસ્ત નેતા હતા જેમણે યુવાવસ્થામાં રાજકારણમાં પગલા માંડ્યા હતા અને લોકોની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ. લોકોની સેવા કરવાનું તેમનામાં અલગ જ ઝનૂન હતુ. તેમને તેમના સારા કામો માટે હંમેશા યાદ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું બેંગ્લોરમાં નિધન, નેશનલ કોલેજમાં રખાશે પાર્થિવ દેહઆ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું બેંગ્લોરમાં નિધન, નેશનલ કોલેજમાં રખાશે પાર્થિવ દેહ

જબરદસ્ત પ્રશાસક

જબરદસ્ત પ્રશાસક

પીએમે લખ્યુ કે અનંત કુમાર એક જબરદસ્ત પ્રશાસક હતા, જેમણે ઘણા મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી. તે ભારતીય જનતા પક્ષ માટે અમૂલ્ય રત્ન હતા. તેમણે પાર્ટીને કર્ણાટક, મુખ્ય રીતે બેંગલુરુ અને આસપાસના વિસ્તારોને મજબૂત કરવા માટે મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેઓ પોતાના સંસદીય ક્ષેત્રમાં લોકો માટે હંમેશા ઉપલબ્ધ રહેતા. પીએમે અનંત કુમારના નિધન બાદ તેમના પરિવારના લોકો સાથે વાત કરી અને તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

અનંત કુમારના પત્ની સાથે કરી વાત

અનંત કુમારના પત્ની સાથે કરી વાત

પ્રધાનમંત્રી મોદીએ અનંત કુમારના પત્ની તેજસ્વીની સાથે ફોન પર વાત કરીને સંવેદના વ્યક્ત કરી. પીએમે લખ્યુ કે મે ડૉક્ટર તેજસ્વિનીજી સાથે અનંત કુમારના નિધન બાદ વાત કરી અને સંવેદના વ્યક્ત કરી છે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના પરિવાર, દોસ્તો અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ. તમને જણાવી દઈએ કે અનંત કુમારને રસાયણ તેમજ ખાતર મંત્રાલયની જવાબદારી મે 2014માં સોંપવામાં આવી હતી જ્યારે જુલાઈ 2016માં તેમને સંસદીય કાર્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી.

બેંગલુરુમાં કર્મભૂમિ

બેંગલુરુમાં કર્મભૂમિ

વર્ષ 1996 સુધી અનંત કાર બેંગલુરુ દક્ષિણ લોકસભા સીટથી સાંસદ હતા. તેમનો જન્મ 22 જુલાઈ 1959માં બેંગલુરુમાં થયો હતો અને તેમણે કે એસ આર્ટ્સ કોલેજમાંથી બીએનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે એલએલબીનો અભ્યાસ કર્ણાટક વિશ્વવિદ્યાલયના જેએસએસ લૉ કોલેજમાંથી પૂર્ણ કર્યો હતો. અનંત કારની બે પુત્રીઓ છે જેમના નામ ઐશ્વર્યા અને વિજેતા છે જ્યારે તેમની પત્નીનું નામ તેજસ્વિની છે.

આ પણ વાંચોઃ કર્ણાટકના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીઆ પણ વાંચોઃ કર્ણાટકના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

English summary
PM Narendra Modi expresses condolences on the passing away of Ananth Kumar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X