દેશમાં આજથી રમઝાનની શરૂઆત, રાષ્ટ્રપતિ-પીએમે આપી મુબારકબાદ, માંગી આ દુઆ
દિલ્લી સહિત આખા દેશમાં રમઝાનનો પવિત્ર મહિનો આજ(શનિવાર)થી શરૂ થાય છે. દિલ્લી સહિત દેશના અલગ અલગ ભાગોમાં શુક્રવારે સાંજે રમઝાનનો ચાંદ જોવા મળ્યો. ઉલેમાએ કોરોના વાયરસને જોતા મુસ્લિમ સમુદાયને ઘરોમાં જ રહીને ઈબાદત કરવાની અપીલ કરી છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રમઝાનની મુબારકબાદ આપી છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યુ, રમઝાન મુબારક! હું બધા માટે સરુક્ષા, સારા આરોગ્ય અને સમૃદ્ધિની કામના કરુ છુ. આ પવિત્ર મહિનો પોતાની સાથે દયા, સદભાવ અને કરુણાની પ્રચુરતા લાવે. આપણે કોરોના સામે જંગમાં જીત મેળવીશુ અને આ ગ્રહને વધુ સ્વસ્થ બનાવીશુ.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી શુભકામના
વળી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાગરિકોને રમઝાનની શુભકામના આપી અને આશા કરી કે ઉપવાસના આ પવિત્ર મહિનાથી બધાને બીજાને ખાસ કરીને જરૂરિયાતમંદો પ્રત્યે કરુણામય તેમજ દયાવાય થવાથી પ્રેરણા મળે. દેશમાં પ્રાર્થના તેમજ ઉપવાસનો ઈસ્લામિક મહિનો રમઝાન શનિવારે આરંભ થશે. કોવિંદે ટ્વિટ કર્યુ, બધાને રમઝાન મુબારક! પવિત્ર મહિનો બધામાં ખાસ કરીને જરૂરિયાતમંદો પ્રત્યે કરુણામય તેમજ દયાવાન થવા માટે પ્રેરણા આપે. તેમણે લખ્યુ, 'આ પ્રસંગે આપણે બધા સામૂહિક સંકલ્પ તેમજ અનુસાસનથી કોવિડ-19ને હરાવવા માટે સંકલ્પ લઈએ.'
|
ઘરોમાં જ ઈબાદત કરવાની સલાહ
ઉલ્લેખનીય છે કે આ વખતે કોરોના સંકટના કારણે આખી દુનિયામાં રોજદારોના ઘરોમાં જ ઈબાદત કરવાની સલાહ આપવામાં આવી રહી છે. ભારતમાં પણ મુસ્લિમ ધર્મગુરુઓએ પણ આવી જ અપીલ કરી છે. એટલુ જ નહિ કેન્દ્ર સરકારના લઘુમતી કલ્યાણ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવેસીએ પણ મુસલમાનોને રમઝાનના સમયે પણ લૉકડાઉનનુ કડકાઈથી પાલન કરવાની અપીલ કરી છે.
उपराष्ट्रपति की अपील उप राष्ट्रपति एम वेंकैया नायडू ने रमजान की मुबारकबाद देते हुए लोगों का आह्वान किया कि वे घरों पर इबादत करें और कोरोना वायरस से बचने के लिए दुआ करें। नायडू ने ट्वीट कर कहा, ''रमजान के मुकद्दस माह के अवसर पर सभी देशवासियों को मुबारकबाद। यह माह हमें अपने ईमान पर मुकम्मल यकीन रखने की प्रेरणा देता है। Read more at: https://hindi.oneindia.com/news/india/pm-narendra-modi-greets-people-on-ramadan-prays-for-everyone-s-safety-and-prosperity-557157.html |
ઉપરાષ્ટ્રપતિએ કરી અપીલ
ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ રમઝાનની મુબારકબાદ આપીને લોકોને આહવાન કર્યુ કે તે ઘરોમાં ઈબાદત કરો અને કોરોના વાયરસથી બચવા માટે દુઆ કરો. નાયડુએ ટ્વિટ કરીને કહ્યુ કે, 'રમઝાનના મુકદસ મહિનાના અવસર પર બધા દેશવાસીઓને મુબારકબાદ! આ મહિનામાં આપણે પોતાના ઈમાન પર મુકમ્મલ વિશ્વાસ રાખવાની પ્રેરણ આપે છે.'
આ પણ વાંચોઃ દેશમાં 24 કલાકમાં સામે આવ્યા 1429 કેસ, કુલ સંખ્યા 24 હજારને પાર