Cyclone Amphan પર ચર્ચા માટે પીએમ મોદી સાંજે ચાર વાગ્યે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે
નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે ગૃહ મત્રાલય અને NDMA સાથે ચક્રવાતી તોફાનની તૈયારીઓ પર ચર્ચા કરશે, જણાવી દઈએ કે ભારતના હવામાન વિભાગ મુજબ બંગાળની ખાડીમાં ઉઠેલા ચક્રવાતી તોફાન અમ્ફાને અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનનું રૂપ લઈ લીધું છે, જ્યારે ગૃહ મત્રાલયે જાણકારી આપી કે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના તટો પર આ તોફાન બુધવારે ટકરાશે. આ દરમિયાન 185 કિમી પ્રતિ કલાક ગતિએ હવા ચાલી શકે છે.

પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
એવામાં આગામી સમય ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ માટે ઘણો પડકારજનક હશે. ઓરિસ્સા આ ચક્રવાતથી ખરાબ રીતે પ્રભાવિત થનાર છે. રાજ્ય સરકારે 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે તૈયારી કરી લીધી છે અને ઓરિસ્સા તથા બંગાળમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે.
|
તોફાનનો સામનો કરવા માટે ઓરિસ્સા સંપૂર્ણપણે તૈયાર
ભુવનેશ્વર હવામાન કેન્દ્રના ડાયરેક્ટર એચઆર બિસ્વાસે કહ્યું કે બંગાળની ખાડીમાં ઉઠેલા તોફાનનો સામનો કરવા માટે ઓરિસ્સા સંપૂર્ણપણે તૈયાર છે, ઓરિસ્સાના બાલાસોર, ભદ્રક, કેંદ્રપાડા, પુરી, જગતસિંહપુર, જાજપુર અને મયૂરભજ જિલ્લામાં NDRFની 10 ટીમ તહેનાત કરવામાં આવી છે, 7 ટીમ કટકમાં અને મુંડાલીમાં 3 ટીમ છે.

સીએમે કહ્યું- જનહાની નહિ થવા દઈએ
જ્યારે રાજ્ય સરકારે લોકોને આશ્વસ્ત કર્યા કે તેઓ કોઈપણ પ્રકારની જાનહાની નહિ થવા દે.આના માટે સરકાર સંપૂર્ણપણે તૈયાર છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે તોફાનથી રાજ્યમાં એકપણ વ્યક્તિનું મોત ના થવા દેવાનું સુનિશ્ચિત કરવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે.

હાલની સ્થિતિ
વર્તમાનમાં આ ચક્રવાત દક્ષિણી બંગાળની ખાડીની નજીક આવેલ પશ્ચિમ મધ્ય અને મધ્ય ભાગોની ઉપર છે, જે પારાદીપથી 790 કિમી દક્ષિણ, દીઘથી 940 કિમી દક્ષિણ-પશ્ચિમ અને ખેપુપારાથી 1060 કિમી દક્ષિણ-પશ્ચિમમાં છે.
જાણો, ચક્રવાતી તોફાન 'અમ્ફાન'થી બચવા શું કરવુ અને શું ના કરવુ