કોરોનાને વધતા કેસ વચ્ચે PMએ સંભાળી કમાન, રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક
નવી દિલ્લીઃ દેશમાં એક વાર ફરીથી કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે. કોરોનાના વધતા કેસો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણ સામે લડવા માટે પ્રધાનમંત્રી 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ એ રાજ્યો છે જ્યાં કોરોનાના સૌથી વધુ વધી રહ્યા છે. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર છે. આ ઉપરાંત પશ્ચિમ બગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ શામેલ છે.
બેઠક દરમિયાન દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે દિલ્લીમાં 10 નવેમ્બરે કોરોનાના 8600 નવા કેસ સામે આવ્યા. ત્યારબાદ કોરોનાના કેસોમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેર ઘણા કારણોથી દસ્તક આપી રહી છે. આનુ એક કારણ પ્રદૂષણ પણ છે. મુખ્યમંત્રીએ આ બાબતે પ્રધાનમંત્રીના હસ્તક્ષેપની માંગ કરી છે જેથી આસપાસના રાજ્યોમાં સૂકુ ઘાસ બાળવામાંથી મુક્તિ અને પ્રદૂષણ પર નિયંત્રણ કરી શકાય. અરવિંદ કેજરીવાલે આ ઉપરાંત કેન્દ્ર સરકાર પાસે હોસ્પિટલોમાં 1000 વધુ આઈસીયુ બેડની માંગ કરી છે.
અમદાવાદ-સુરત બંને શહેરોમાં હવે કોરોનાના 40-40 હજારથી વધુ કેસ