ઈઝરાયેલની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશાળકાય પોસ્ટર લાગ્યા
ઈઝરાયેલમાં થનારી ચૂંટણીમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પોસ્ટર જોવા મળી રહ્યા છે. આ પોસ્ટરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુ સાથે જોવા મળી શકે છે. આ પોસ્ટરને ઈઝરાયલના પત્રકાર અમિચે સ્ટેને ટ્વિટર પર શેર કરી છે. જેમાં તેમણે લખ્યુ છે કે નેતન્યાહુના ચૂંટણી પ્રચારમાં પુતિન, ટ્રમ્પ અને મોદી છે. આ પોસ્ટર એક બિલ્ડિંગની બહાર તેમની દિવાલ પર ઘણો વિશાળ આકારમાં લાગેલો છે.
17 સપ્ટેમ્બરે ચૂંટણી
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં 17 સપ્ટેમ્બરે ચૂંટણી થવાની છે. જેના કારણે દરેક જગ્યાએ ચૂંટણી પ્રચાર સંબંધિત પોસ્ટર જોવા મળી રહ્યા છે. પોતાના ચૂંટણી પ્રચારમાં નેતન્યાહુ લોકો વચ્ચે વૈશ્વિક સ્તરે પોતાની કૂટનીતિક સફળતાને રાખી રહ્યા છે. સાથે જ પોસ્ટર દ્વારા એ બતાવવાની કોશિશ થઈ રહી છે કે કેવી રીતે તેમણે ઈઝરાયેલના સંબંધ દુનિયાના મોટા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે સારા કર્યા છે. અહીં એ જોવાની વાત છે કે નેતન્યાહુ ઈઝરાયેલના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી તરીતે પોતાના સેવા આપનાર નેતા છે. પરંતુ તેમછતાં આ વખતની ચૂંટણી ઘણી મહત્વપૂર્ણ છે.
બંને દેશો વચ્ચે મજબૂત સંબંધ
ભારત અને ઈઝરાયેલ વચ્ચે આર્થિક સંબંધો ઘણા મજબૂત છે. આ ઉપરાંત સૈન્ય અને રણનીતિક રીતે પણ બંને દેશોના સંબંધો ઘણા દ્રઢ છે. છેલ્લા અમુક વર્ષોની વાત કરીએ તો બંને દેશો વચ્ચે સંબંધોમાં વધુ મજબૂતી જોવા મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ઈઝરાયેલના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન પીએમ મોદીનું નેતન્યાહુએ જબરદસ્ત સ્વાગત કર્યુ હતુ. બંને નેતાઓની મુલાકાત માત્ર ભારત અને ઈઝરાયેલ નહિ પરંતુ દુનિયાભરમાં સમાચારોમાં છવાઈ હતી.
પીએમ મોદીએ પાઠવ્યા હતા અભિનંદન
બેંજામિન નેતન્યાહુ પહેલા વર્લ્ડ લીડર હતા જેમણે પીએમ મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે આ ચૂંટણીમાં જબરદસ્ત જીત સાથે જ તેમની દોસ્તી અને બંને દેસો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. ઉલ્લેખનીય છે કે ભારત અને ઈઝરાયેલ વચ્ચે સૈન્ય ક્ષેત્રમાં ઘણા મહત્વના કરાર છે અને ઈઝરાયેલ સૈન્ય ક્ષેત્રમાં ભારતને આધુનિક ટેકનિક પૂરી પાડે છે.
આ પણ વાંચોઃ મુંબઈમાં ભારે વરસાદની સંભાવના, ઉત્તરાખંડમાં જાહેર થઈ એલર્ટ