• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વૉર મેમોરિયલના ઉદઘાટનમાં પીએમ મોદીઃ આપણા દેશની સેના દુનિયાની સૌથી શક્તિશાળી સેનાઓમાંની એક

|

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ગેટથી થોડી દૂર સ્થિત નેશનલ વૉર મેમોરિયલને દેશના નામે સમર્પિત કરી દીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં થયેલી લોકસભા ચૂંટણી દરમિયાન એક વૉર મેમોરિયલનું વચન આપ્યુ હતુ. ભારતમાં આ પહેલુ એવુ વૉર મેમોરિયલ છે જ્યાં આઝાદી બાદ થયેલા દરેક યુદ્ધના શહીદોના નામ અંકિત છે. આ પ્રસંગે દિલ્લીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં પૂર્વ સૈનિકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે આપણા દેશની સેના દુનિયાની સૌથી શક્તિશાળી સેનાઓમાંની એક છે.

દેશ પર સંકટ ભલે દુશ્મનના કારણે આવ્યુ હોય કે પ્રકૃતિના કારણે આવ્યુ હોય, આપણા સૈનિકો સૌથી પહેલા દરેક મુશ્કેલી સામે સામી છાતીએ લડે છે. અમે આપણા પૂર્વ સૈનિકોની ઘણી માંગો અને જરૂરિયાતોને પૂરી કરી છે અને આવનારા સમયમાં વધુ માંગો પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે. પૂર્વ સૈનિકોને સંબોધિત કરતા પીએમે કહ્યુ કે દેશની સેનાને આત્મનિર્ભર બનાવવાની દિશામાં અમે સતત કામ કરી રહ્યા છે. નિર્ણયોને અશક્ય સમજવામાં આવતા હતા તેમને સંભવ બનાવી રહ્યા છે. અમે રક્ષા ઉત્પાદનના પૂરી ઈકો સિસ્ટમમાં ફેરફારની શરૂઆત કરી છે. લાયસન્સીંગથી નિકાસ પ્રક્રિયા સુધી અમે સમગ્ર તંત્રમાં પારદર્શિતા લાવી રહ્યા છે.

તેમણે કહ્યુ કે દેશની સેનાનું મનોબળ, દેશની સુરક્ષા નક્કી કરે છે, એટલા માટે અમારા બધા પ્રયાસોમાં અમારા વિચારો અને અમારા અપ્રોચમાં કેન્દ્રબિંદુ આપણા સૈનિક, આપણા ફોજીભાઈ. પીએમે કહ્યુ કે નવુ હિંદુસ્તાન, નવુ ભારત આજે નવી નીતિ અને નવી રીતિ સાથે આગળ વધી રહ્યુ છે. મજબૂતી સાથે વિશ્વ પટલ પર પોતાની ભૂમિકા નક્કી કરી રહ્યુ છે. તેમાં એક મોટુ યોગદાન તમારા શૌર્ય, અનુશાસન અને સમર્પણ છે.

પીએમ મોદીએ કહ્યુ કે આ યુદ્ધ સ્મારક આપણા બહાદૂર સૈનિકોના શૌર્ય અને બલિદાનનું પ્રતીક છે. આજે આપણે કહી શકીએ કે અમે દેશ માટે વધુ એક તીર્થ સ્થળનું નિર્માણ કર્યુ છે અને હું આશા કરુ છુ કે દેશનો દરેક નાગરિક અહીં જરૂર આવશે. આ પહેલા પૂર્વ સૈનિકોને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે જ્યારે તમે ઘરે જાવ તો તેમને અમારા વિશે કહો. જણાવો કે તેમના કાલ માટે અમે અમારી આજ સમર્પિત કરી દીધી છે, આપણા દેશના બહાદૂર સૈનિકોના અંતિમ શબ્દો આપણને હંમેશા યાદ રહે છે. આ સ્મારક પણ આજે તેમની યાદમાં દેશને સમર્પિત કરવામાં આવી રહ્યુ છે.

આ વૉર મેમોરિયલને 25,942 સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યુ છે. ઈન્ડિયા ગેટ પાસે સ્થિત આ વૉર મેમોરિયલ પર જે યુદ્ધ કે ખાસ ઑપરેશનમાં શહીદ થયેલા સૈનિકોના નામ અંકિત છે તેમાં 1947-48માં ગોવા ક્રાંતિ, 1962માં ચીન સાથે થયેલુ યુદ્ધ, 1965 અને 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ ઉપરાંત 1987માં સિયાચિન પર ચાલેલુ સંઘર્ષ, 1987-1988માં શ્રીલંકામાં ચલાવવામાં આવેલ ઑપરેશન પવન અને 1999માં કારગિલ યુદ્ધના શહીદોના નામ અંકિત છે. આ ઉપરાંત અમુક બીજા ઑપરેશન જેવા કે ઑપરેશન રક્ષક વિસે પણ અહીં માહિતી અને આમાં શહીદ થયેલા સૈનિકોના નામ અંકિત છે.

આ મેમોરિયલને તૈયાર કરવામાં લગભગ 500 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે અને જો અમેરિકી ડૉલરમાં આની તુલના કરીએ તો આ રકમ 70 મિલિયન ડૉલરની છે. નેશનલ વૉર મેમોરિયલ પ્રધાનમંત્રા નરેન્દ્ર મોદીએ ચૂંટણી દરમિયાન આપેલુ એક મહત્વનું વચન હતુ. આ હવે લગભગ તૈયાર થઈ ચૂક્યુ છે અને આ ભારતીય સૈનિકોના સમ્માનમાં બન્યુ છે જેને આઝાદી બાદ થયેલા યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવી દીધો હતો. નેશનલ વૉર મેમોરિયલ ઈન્ડિયા ગેટના સી-હેક્સાગૉનમાં છે. આ વૉર મેમોરિયલ 40 એકરમાં બનેલુ છે અને અહીં એક વૉર મ્યુઝિયમ પણ છે. વૉર મેમોરિયલની ચારે તરફ અમર, વીર, ત્યાગ અને રક્ષાના નામથી સર્કલ્સ બનેલા છે. અહીં પરમવીર ચક્ર વિજેતાઓના બસ્ટ પણ લાગેલા છે.

પહેલી વાર 1960માં નેશનલ વૉર મેમોરિયલ બનાવવાનો પ્રસ્તાવ સેના તરફથી આપવામાં આવ્યો હતો. પરંતુ અમુક કારણોસર આનુ નિર્માણ કાર્ય શરૂ થઈ શક્યુ નહિ અને ઓક્ટોબર 2015માં કેન્દ્ર સરકારે આ વૉર મેમોરિયલની મંજૂરી આપી. બ્રિટિશ શાસન દરમિયાન સન 1931માં ઈન્ડિયા ગેટનું નિર્માણ થયુ તે પહેલા વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યુ હતુ. ત્યારબાદ સન 1971ના યુદ્ધમાં શહીદ થયેલા 3843 સૈનિકોના સમ્માનમાં અમર જવાન જ્યોતિ અહીં આવી અને તે હજુ સુધી પ્રજ્વલિત છે.

આ પણ વાંચોઃ પુલવામા હુમલોઃ NIAની તપાસમાં બેનકાબ થયુ પાકિસ્તાન, મળ્યા કારના સીસીટીવી ફૂટેજઆ પણ વાંચોઃ પુલવામા હુમલોઃ NIAની તપાસમાં બેનકાબ થયુ પાકિસ્તાન, મળ્યા કારના સીસીટીવી ફૂટેજ

English summary
PM Narendra Modi Inaugurates National War Memorial In Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X