For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના ચરણોમાં તો હું મારું માથુ ચડાવી શકું છું: સાક્ષી મહારાજ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 જાન્યુઆરી: હિન્દુઓને ચાર બાળકો પેદા કરવાની સલાહ આપીને વિવાદોમાં ફસાઇ ગયેલા ભગવાધારી અને ભાજપના સાંસદ સાક્ષી મહારાજે જણાવ્યું કે તેમની નજરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો 'દેશના ભાગ્યવિધાતા' છે અને તેઓ તેમના માટે કંઇપણ કરી શકે છે, અહીં સુધી કે જો મોદી કહે, તો તેઓ પોતાનું માથું વાઢીને તેમના ચરણોમાં ચઢાવી શકે છે. સાક્ષી મહારાજે આ વાત આજતક ચેનલના જાણીતા કાર્યક્રમ 'સીધી વાત'માં કહી.

sakshi maharaj
તેમણે કાર્યક્રમમાં સીધી રીતે એ વાતનો ઇનકાર કર્યો કે તેને લઇને પાર્ટીની અંદર મહાભારત ચાલી રહી છે. અહીં સુધી કે તેમને પોતાના વિવાદીત નિવેદન પર પણ કોઇ અફસોસ નથી. હા સાક્ષી મહારાજે એવું ચોક્કસ કહ્યું કે તેમની વાતને મારી-મચેડીને મીડિયામાં રજૂ કરવામાં આવી છે. સાક્ષી મહારાજે જણાવ્યું કે આ વાત મે આધ્યાત્મના એક કાર્યક્રમમાં એટલા માટે કહી હતી કે આજકાલ હિન્દુ પરિવારમાં એક અથવા બે બાળકો હોય છે, એવામાં ધર્માંતરણ માટે કોણ પોતાના, બાળકો આપશે, માટે મે ચાર બાળકો પેદા કરવાની વાત કહી હતી.

મોદીના ચરણોમાં તો હું મારું માથું વાઢીને ચઢાવી શકું છું!
અત્રે નોંધનીય છે કે સાક્ષીએ તમામ હિન્દુ મહિલાઓને ચાર બાળકો પેદા કરવાની સલાહ આપી હતી. જેની પર પાર્ટીએ તેમને કારણ બતાઓ નોટીસ ફટકારી હતી. સાક્ષી મહારાજ ઉત્તર પ્રદેશના ઉન્નાવથી ભાજપાના સાંસદ છે. આપને જણાવી દઇએ કે સાંસદ સાક્ષી મહારાજે ઉત્તર પ્રદેશના મેરઠમાં એક જનસભા દરમિયાન જણાવ્યું હતું કે ભારતમાં ચાર પત્નીઓ અને 40 સંતાનોની અવધારણા કામ નહીં કરે. સમય આવી ગયો છે કે હિન્દુ ધર્મની રક્ષા માટે હિન્દુ મહિલાઓ પણ ઓછામાં ચાર બાળકો પેદા કરે.

English summary
PM Narendra Modi is Indias Bhagya Vidhata says Sakshi Maharaj on Aaj Tak. He is Nobel and great man so I can do anything for him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X