For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા ઉપસભાપતિ હરિવંશ વિશે પીએમ મોદીએ જણાવી ખાસ વાત

ઉપસભાપતિ ચૂંટાયા બાદ વિપક્ષના તમામ નેતાઓએ હરિવંશના વ્યક્તિત્વની ખુલીને પ્રશંસા કરી. પ્રધાનમંત્રી મોદીએ તેમના વ્યક્તિત્વ વિશે કેટલીક એવી વાતો સંસદને જણાવી જે જવલ્લે જ કોઈ જાણતુ હશે.

|
Google Oneindia Gujarati News

આજે રાજ્યસભાને તેને નવા ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ મળી ગયા. એનડીએના ઉમેદવાર હરિવંશે આજે ઉપસભાપતિની ચૂંટણી ભારે મતોથી જીતી લીધી છે. તેમના પક્ષમાં આજે 125 મતો આવ્યા જ્યારે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર બી કે હરિપ્રસાદને માત્ર 105 મતો મળ્યા. જેના કારણે સંસદના ઉપસભાપતિની ખુરશી હવે હરિવંશ સિંહના ભાગમાં આવી. ઉપસભાપતિ ચૂંટાયા બાદ વિપક્ષના તમામ નેતાઓએ હરિવંશના વ્યક્તિત્વની ખુલીને પ્રશંસા કરી. પ્રધાનમંત્રી મોદીએ તેમના વ્યક્તિત્વ વિશે કેટલીક એવી વાતો સંસદને જણાવી જે જવલ્લે જ કોઈ જાણતુ હશે.

હવે તો સંસદ હરિ ભરોસેઃ પીએમ મોદી

પીએમે કહ્યુ કે હરિવંશ સિંહ કલમના ધની છે. તેમણે પત્રકારત્વના ક્ષેત્રમાં ખૂબ સુંદર કામ કર્યુ છે અને તેમના લેખન પ્રત્યે હંમેશા ઈમાનદારી જાળવી છે. પૂર્વ પીએમ ચંદ્રશેખરની સાથે કામ કરતી વખતે તેમને એ વાતની જાણ હતી કે તેઓ રાજીનામુ આપવાના છે તેમછતાં તેમણે પદની ગરિમા જાળવી રાખી અને પોતાના વર્તમાનપત્રમાં તે વાત છાપી નહિ. તેમણે પત્રકારત્વને જનઆંદોલનની જેમ લીધુ જેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. ત્યારબાદ પીએમ હસતા હસતા બોલ્યા કે હવે સંસદ હરિ ભરોસે છે.

હરિવંશનું સમગ્ર જીવન ગામડાને સમર્પિતઃ પીએમ મોદી

હરિવંશનું સમગ્ર જીવન ગામડાને સમર્પિતઃ પીએમ મોદી

પીએમ મોદીએ આગળ જણાવ્યુ કે આજે ઓગસ્ટ ક્રાંતિ દિવસ છે, આ મહાન ક્રાંતિમાં બલિયાની મોટી ભૂમિકા હતી અને હરિવંશ તે જ ભૂમિ એટલે કે બલિયાથી આવે છે. તેઓ ગામડા સાથે જીવનભર જોડાયેલા રહ્યા છે. તેઓ ક્યારેય શહેરની ઝાકમઝોળથી અંજાયા નહિ. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદીએ જેડીયુમાંથી રાજ્યસભાના સાંસદ હરિવંશ સિંહને તેમની સીટ પર જઈને અભિનંદન પાઠવ્યા અને હાથ પણ મિલાવ્યા.

બે વાર થયુ મતદાન

તમને જણાવી દઈએ કે આજે ચૂંટણીમાં એનડીએ પાસે બહુમતનો આંકડો ઓછો હતો પરંતુ અંતિમ ક્ષણે કેટલાક પક્ષોએ એનડીએને સમર્થન કરવાનું એલાન કર્યુ જેનાથી કોંગ્રેસનું આખુ ગણિત બગડી ગયુ અને ઉપસભાપતિનું પદ એનડીએ પાસે આવી ગયુ. BJD, AIADMK અને TRS એ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની અપીલ પર એનડીએના ઉમેદવાર હરિવંશ સિંહનો સાથે આપ્યો અને હરિવંશ જીતી ગયા.
ઉલ્લેખનીય છે કે આજે રાજ્યસભામાં ઉપસભાપતિ ચૂંટણી માટે બે વાર મતદાન થયુ, પહેલી વારમાં હરિવંશને 115 તો બીજી વારમાં 125 મત મળ્યા. પહેલી વાર કેટલાક મત વ્યવસ્થિત રીતે ગણવાને કારણે ફરીથી મતદાન થયુ.

English summary
pm narendra modi jaitley congratulate harivansh singh on being elected deputy chair of rajyasabha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X