For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

21 ઓક્ટોબરે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવશે પીએમ મોદી, જાણો કારણ

અત્યાર સુધી તમે 15 ઓગસ્ટના દિવસે જ પ્રધાનમંત્રીને લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવતા જોયા હશે. આ વખતે પીએમ નરેન્દ્ર મોદી 21 ઓક્ટોબરે કિલ્લા પર ઝંડો ફરકાવશે.

|
Google Oneindia Gujarati News

અત્યાર સુધી તમે 15 ઓગસ્ટના દિવસે જ પ્રધાનમંત્રીને લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવતા જોયા હશે. આ વખતે પીએમ નરેન્દ્ર મોદી 21 ઓક્ટોબરે કિલ્લા પર ઝંડો ફરકાવશે. આ વાતની જાણકારી પીએમ મોદીએ પોતાની ફેસબુક વોલ પર એક વીડિયો પોસ્ટ કરીને આપી છે. વીડિયોમાં તેમણે જણાવ્યુ છે કે તે આ વખતે 21 ઓક્ટોબરે લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવશે. આવો જાણીએ કે 21 ઓક્ટોબરે એવુ શું છે જેના કારણે પીએમ મોદી પોતે લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવશે.

આ પણ વાંચોઃ હિંદુ રક્ષા સેનાઃ 'પહેલા મોદીજી નહોતા પહેરતા મુસ્લિમ ટોપી, હવે તેમના ખોળામાં જઈ બેઠા'આ પણ વાંચોઃ હિંદુ રક્ષા સેનાઃ 'પહેલા મોદીજી નહોતા પહેરતા મુસ્લિમ ટોપી, હવે તેમના ખોળામાં જઈ બેઠા'

21 ઓક્ટોબરે પૂરા થઈ રહ્યા છે 75 વર્ષ

21 ઓક્ટોબરે પૂરા થઈ રહ્યા છે 75 વર્ષ

પીએમ મોદીએ વીડિયોમાં પોતે જણાવ્યુ છે કે સુભાષચંદ્ર બોઝે દેશની આઝાદી માટે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી. તે વખતે આઝાદ હિંદ ફોજે ભારતની આઝાદીનું એલાન કરીને 21 ઓક્ટોબરે જ સ્વતંત્રતા દિવસ માનવ્યો હતો. આ વર્ષે તેના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તેના ઉપલક્ષ્યમાં પીએમ મોદી આ દિવસે લાલ કિલ્લા પરથી ઝંડો ફરકાવવાની વાત કહી છે.

અમે બધાનું સમ્માન કરીએ છીએ

પીએમ મોદીએ વીડિયોમાં કહ્યુ છે કે અમે બધાનું સમ્માન કરીએ છીએ પછી ભલે તે કોઈ પણ પક્ષનો હોય. પીએમે કહ્યુ કે જો કોઈ સમાજ પોતાના ઈતિહાસથી કપાઈ જાય તો તેનું કટી પતંગની જેમ પડવાનું નક્કી થઈ જાય છે. અમે બધાનું સમ્માન કરીએ છીએ. જેણે પણ આ દેશની સેવા કરવા ઈચ્છી છે તે ભલે ગમે તે પક્ષના હોય અમે તેનું સમ્માન કરીએ છીએ. પીએમે કહ્યુ કે બહુમુખી વ્યક્તિ વિશે લોકોએ વધુમાં વધુ વાંચવુ જોઈએ જેમણે કૃષિ, સિંચાઈ, ભૂમિ સુધારના ક્ષેત્રમાં વ્યાપક સ્તર પર કામ કર્યુ હતુ.

તેમના આ પગલાંનો અમુક પક્ષો કરશે વિરોધ

તેમના આ પગલાંનો અમુક પક્ષો કરશે વિરોધ

પીએમ મોદીએ પોતાના વીડિયોમાં કહ્યુ છે કે 21 ઓક્ટોબરે લાલ કિલ્લા પરથી ધ્વજારોહણનો અમુક પક્ષો વિરોધ કરશે પરંતુ તેનો અર્થ એ નહિ કે તે દેશ માટે બલિદાન આપનાર લોકોનું સમ્માન નહિ કરે. વીડિયોમાં પીએમ મોદીએ કહ્યુ છે કે અમે બધાનું સમ્માન કરીએ છીએ. અમે થોડા દિવસો પહેલા સર છોટુરામની પ્રતિમાનું અનાવરણ કર્યુ. આ સાથે અમારી સરકારે બાબા સાહેબ આંબેડકર સાથે જોડાયેલ પંચતીર્થ માટે પણ કામ કર્યુ છે. ભગવાન બિરસા મુંડાને કોણ જાણતુ હતુ, લોકો તેમને ભૂલી ગયા હતા પરંતુ અમે નિર્ણય લીધો કે દેશના જે ભાગોમાં આવી આદિવાસી સમાજના લોકો સાથે જોડાયેલા કિસ્સા છે ત્યાં મ્યૂઝિયમ બનાવવામાં આવે.

આ પણ વાંચોઃ પીએમ મોદી અયોધ્યાથી ભગવાન શ્રીરામની જાન લઈને જશે નેપાળના જનકપુર!આ પણ વાંચોઃ પીએમ મોદી અયોધ્યાથી ભગવાન શ્રીરામની જાન લઈને જશે નેપાળના જનકપુર!

English summary
PM Narendra Modi join a flag-hoisting ceremony at Red Fort on Oct 21, 75th anniversary of the Azad Hind Govt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X