For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી આજે શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ-વેની રાખશે આધારશિલા, જાણો કયા શહેરોને થશે ફાયદો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે બપોરે લગભગ 1 વાગે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે બપોરે લગભગ 1 વાગે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ)એ 16 ડિસેમ્બરે કહ્યુ હતુ કે એક્સપ્રેસ વેની પાછળ પ્રેરણા દેશભરમાં ઝડપી ગતિથી કનેક્ટિવિટી આપવા માટે પ્રધાનમંત્રીનુ વિઝન છે. ગંગા એક્સપ્રેસ વેની લંબાઈ 594 કિલોમીટર હશે. આ ગંગા એક્સપ્રે વે છ લેનનો હશે જેને બનાવવામાં 36,200 કરોડ રૂપિયાથી વધુની કિંમત થશે.

ગંગા એક્સપ્રેસ વેથી આ શહેરોને થશે ફાયદો

ગંગા એક્સપ્રેસ વેથી આ શહેરોને થશે ફાયદો

મેરઠના બિજૌલી ગામ પાસેથી શરુ થઈને આ એક્સપ્રેસ વે પ્રયાગરાજના જુદાપુર દાંડુ ગામ સુધી જશે. આ ગંગા એક્સપ્રેસ વે સેમેરઠ, હાપુડ, બુલંદશહર, અમરોહા, સંભલ, બદાયું, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજથી થઈને પસાર થશે. યુપીના આ બધા જિલ્લાઓને ગંગા એક્સપ્રેસ વેથી ફાયદો થશે.

ગંગા એક્સપ્રેસ પર બનાવવામાં આવશે રનવે

ગંગા એક્સપ્રેસ પર બનાવવામાં આવશે રનવે

કામ પૂરુ થવા પર આ રાજ્યના પશ્ચિમ અને પૂર્વ ક્ષેત્રોને જોડતો ઉત્તર પ્રદેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બની જશે. શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વે પર વાયુસેનાના વિમાનોના ઈમરજન્સી ટેક-ઑફ અને લેંડિંગમાં મદદ માટે 3.5 કિલોમીટર લાંબો રનવે પણ બનાવવામાં આવશે.

2024માં બનીને તૈયાર થશે ગંગા એક્સપ્રેસ વે

2024માં બનીને તૈયાર થશે ગંગા એક્સપ્રેસ વે

ગંગા એક્સપ્રેસ વે સાથે એક ઔદ્યોગિક ગલી પણ બનાવવાનો પ્રસ્તાવ છે. એક્સપ્રેસવે ઔદ્યોગિક વિકાસ, વેપાર, કૃષિ, પર્યટન વગેરે સહિત ઘણા ક્ષેત્રોને પણ ગતિ આપશે. આ ક્ષેત્રના સામાજિક-આર્થિક વિકાસને એક મોટુ પ્રોત્સાહન આપશે. ગંગા એક્સપ્રેસ વેને 26 નવેમ્બર, 2020ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. આ એક્સપ્રેસ વે 2024 સુધી બનીને તૈયાર થઈ જશે. ગંગા એક્સપ્રેસ વેને 26 નવેમ્બર, 2020એ યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા અનુમોદિત કરવામાં આવ્યુ હતુ. આ અદાણી એન્ટરપ્રાઈઝ અને આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવશે.

જાણો ગંગા એક્સપ્રેસના ફીચર વિશે

જાણો ગંગા એક્સપ્રેસના ફીચર વિશે

594 કિલોમીટર લાંબો ગંગા એક્સપ્રેસ વે હાપુડ અને બુલંદશહર જિલ્લાના લોકોની સુવિધા માટે પરિયોજનની રુપરેખા અનુસાર ગઢમુક્તેશ્વરમાં પુલનુ નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત ગંગા એક્સપ્રેસ વે પર 9 જન સુવિધા કેન્દ્ર, સાત રેલવે ઓવર બ્રિજ, 14 મોટા બ્રિજ, 126 નાના બ્રિજ અને 381 અંડર પાસ બનાવવામાં આવશે. સર્વિસ રોડ સાથે પ્રવેશ અને નિકાસ માટે 17 સ્થળોએ ઈન્ટરચેન્જની સુવિધા હશે.

ગંગા એક્સપ્રેસ વેના કિનારે લગાવવામાં આવશે 18,55,000 છોડ

ગંગા એક્સપ્રેસ વેના કિનારે લગાવવામાં આવશે 18,55,000 છોડ

પર્યાવરણ સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે પરિયોજનાની ડિઝાઈનમાં એક્સપ્રેસવેના કિનારે 18,55,000 છોડ લગાવવાનુ શામેલ છે. સાથે જ એ પણ જાણવા મળ્યુ છે કે પરિયોજના માટે અધિગ્રહિત જમીન પર સૌર ઉર્જાથી વિજળી પેદા કરવામાં આવશે. યુપી સરકારના જણાવ્યા મુજબ એક્સપ્રેસ-વે માટે ઉપયોગમાં લેવામાં આવી રહેલી જમીનનો 94 ટકા ભાગ છેલ્લા એક વર્ષમાં ખેડૂતો પાસેથી ખરીદવામાં આવ્યો છે. એક્સપ્રેસ વે માટે લગભગ 7386 હેક્ટર જમીનની જરુર છે. પરિયોજના માટે અત્યાર સુધી કુલ 82,750 ખેડૂતો પાસેથી જમીન ખરીદવામાં આવી ચૂકી છે.

English summary
PM Narendra Modi lay foundation stone of Ganga Expressway in Shahjahanpur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X