For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019 માટે ભાજપનો માસ્ટર પ્લાન, 8 મહિનામાં પીએમ મોદીની 50 રેલી

આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ ભાજપે શરૂ કરી દીધી છે અને પક્ષની નજર ફરીથી એકવાર પીએમ મોદીની રેલીઓ પર છે.

|
Google Oneindia Gujarati News

આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ ભાજપે શરૂ કરી દીધી છે અને પક્ષની નજર ફરીથી એકવાર પીએમ મોદીની રેલીઓ પર છે. ભાજપનું ચૂંટણી કેમ્પેઈન પીએમ મોદીની આસપાસ ફરતુ રહ્યુ છે અને આવનારી લોકસભા ચૂંટણીમાં પણ પીએમ મોદી ભાજપના સ્ટાર કેમ્પેઈનરની ભૂમિકામાં જોવા મળી શકે છે. સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યુ છે કે આગામી ચૂંટણી પહેલા પીએમ મોદી લગભગ 50 રેલીઓ કરી મતદારોને રિઝવવાની કોશિશ કરશે.

પીએમ મોદીની 50 રેલીઓ દ્વારા ભાજપ બતાવશે તાકાત

પીએમ મોદીની 50 રેલીઓ દ્વારા ભાજપ બતાવશે તાકાત

સૂત્રોએ જણાવ્યુ કે પીએમ મોદી આવતા વર્ષે ફેબ્રુઆરી સુધીમાં લગભગ 50 રેલીઓ સંબોધિત કરશે જે 100 ની આસપાસ સંસદીય બેઠકોના મતદારોને રિઝવવાની એક મોટી કોશિશ હશે. સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યુ છે કે રાજનાથ સિંહ, અમિત શાહ અને નીતિન ગડકરી પણ આટલી જ રેલીઓ સંબોધિત કરી શકે છે. પીએમ મોદી દેશના અલગ અલગ ભાગોમાં આ 50 રેલીઓ કરશે. પીએમ મોદી આ રેલીઓ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વધુને વધુ કરી શકે છે જ્યાં વિધાનસભા ચૂંટણીઓ થવાની છે.

100 થી સંસદીય બેઠકો પર નજર

100 થી સંસદીય બેઠકો પર નજર

જણાવવામાં આવી રહ્યુ છે કે પ્રત્યેક રેલીની રૂપરેખા કંઈક એવી હશે કે જેથી ઓછામાં ઓછા 2 થી 3 સંસદીય બેઠકોના મતદારોનું ધ્યાન આ તરફ આકર્ષિત કરી શકાય. પક્ષના એક નેતાએ નામ ન છાપવાની શરતે જણાવ્યુ કે હજુ ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ તેમછતાં પક્ષે લગભગ 400 સંસદીય બેઠકોને 200 રેલીઓ દ્વારા કવર કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ગુરુવારે પંજાબમાં થયેલી પીએમ મોદીની રેલી આ ક્રમમાં પહેલી જનસભા હતી.

શાહજહાંપુરમાં થઈ શકે છે બીજી એક મોટી રેલી

શાહજહાંપુરમાં થઈ શકે છે બીજી એક મોટી રેલી

ખેડૂતોને આકર્ષવાની કોશિશમાં આવી જ એક મોટી રેલી ઉત્તરપ્રદેશના શાહજહાંપુરાં આયોજિત કરવામાં આવી શકે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ પ્રકારની રેલીઓનો હેતુ પક્ષને ચૂંટણી મોડમાં પાછા લાવવાનો છે. ખેડૂતોની નારાજગી દૂર કરવા માટે ભાજપ મોટી રેલીઓ આયોજિત કરીને તેમને મનાવવાની કોશિશ કરી શકે છે.

English summary
pm narendra modi likely to address 50 rallies across india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X