• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મન કી બાત: આસ્થાના નામે થતી હિંસા સાંખી નહીં લેવાય

By Shachi
|

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે 35મી વાર રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશનું સંબોધન કરી રહ્યાં છે. દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગે પ્રસારિત થતા આ રેડિયો કાર્યક્રમ માટે પીએમ મોદીએ જનતાને પણ પોતાના સૂચનો મોકલવા જણાવ્યું હતું.

પીએમ મોદીના 'મન કી બાત' કાર્યક્રમના મુખ્ય મુદ્દા જાણો અહીં...

 • રમત-ગમતના ક્ષેત્રે પ્રતિભાની શોધ માટે સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર આ ક્ષેત્રમાં ઉપલબ્ધિ મેળવનાર કોઇ પણ બાળક પોતાનો બાયોડેટા કે વીડિયો અપલોડ કરી શકે છે. પસંદગી પામેલ રમતવીરોને મંત્રાલય દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે. આવતી કાલે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવશે.
 • ખુશીની વાત છે, ભારતમાં 6થી 28 ઓક્ટોબર દરમિયાન ફીફા અંડર-17 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે.
 • જનધન યોજના પર માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના આર્થિક પંડિતો ચર્ચા કરી રહ્યાં છે. જનધન યોજના સાથે 30 કરોડ લોકો જોડાયા છે, 28 ઓગસ્ટના રોજ આ યોજનાને 3 વર્ષ પૂર્ણ થાય છે.
 • આ યોજનામાં ગરીબો દ્વારા લગભગ 65 હજાર કરોડ રૂપિયા બેંકમાં જમા કરવામાં આવ્યા છે. આ યોજના દ્વારા જે વ્યક્તિ ખાતું ખોલે છે, તેને વીમાનો પણ લાભ મળે છે. સાથે જ ગરીબોને સમાનતા અને સન્માનની લાગણી અનુભવાય છે. અમીરોના પર્સમાં ક્રેડિટ કાર્ડ છે, તો તેમની પાસે પણ રૂપે કાર્ડ છે.
 • હું તમામ દેશવાસીઓને વિનંતી કરું છું, આ વર્ષે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિની ઉજવણી પહેલાં 15-20 દિવસ આગળથી જ તેઓ 'સ્વચ્છતા એ જ સેવા'નું આંદોલન હાથ ધરે. 15 સપ્ટેમ્બરથી લોકો ભેગા મળી જો આંદોલનના ધોરણે સફાઇ કામગીરી હાથ ધરે તો બાપુને શ્રદ્ધાંજલિ આપવાના પ્રસંગે સમગ્ર દેશ ચમકી ઉઠશે.
 • યુવા મિત્રો સોશિયલ મીડિયા પર વર્ચ્યુઅલ અભિયાન શરૂ કરી શકે છે અને લોકોને પ્રેરણા આપી શકે છે. સ્વ્ચછતા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે અને વિજેતાઓને ઇનામ આપવામાં આવે. તમામ શાળાઓ, કાર્યાલયો અને એનજીઓને મારી વિનંતી છે કે, 15 સપ્ટેમ્બરથી સ્વચ્છતા આંદોલનમાં પોતાનો ફાળો નોંધાવે.
 • થોડા દિવસો પહેલાં ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઇ હતી, પૂરના પાણી ઉતર્યા બાદ એ વિસ્તારોમાં ખૂબ ગંદકી હતી. ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં જમીયત ઉલૈમા એ હિંદ સંગઠન દ્વારા 22 મંદિરો અને 30 મસ્જિદોની સાફ-સફાઇ કરવામાં આવી હતી. તેમણે દેશમાં સ્વચ્છતા માટે એક્તાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
 • આજના યુગમાં આધુનિકતાની વ્યાખ્યા બદલાતી રહે છે. આજે આધુનિકતાની સાથે તમે કેટલા સંસ્કારી છો, તમારી થોટ પ્રોસેસ કેટલી મોરલ છે એની સાથે બીજો એક માપદંડ ઉમેરાયો છે અને તે છે, તમે પર્યાવરણ પ્રત્યે કેટલા જાગૃત છો.
 • ગણેશોત્સવ દરમિયાન આજે દરેક ઘરમાં બાળકો ઉત્સાહથી માટીના ગણપતિ બનાવી રહ્યાં છે. લોકો ઘરમાં ગણેશ મૂર્તિ બનાવી રહ્યાં છે, તો કોઇએ મને કહ્યું કે, એક વ્યક્તિએ ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ બનાવ્યું છે. પર્યાવરણના બચાવ માટે મીડિયા હાઉસ પણ પહેલ કરી રહ્યાં છે.
 • આપણો દેશ વિવિધતાને વરેલો દેશ છે. દેશવાસીઓના ખાણીપીણી, વ્યવહાવર, રહેણી-કરણીમાં વિવિધતા જોવા મળે છે. દેશમાં અનેક તહેવારો ઉજવાય છે. 365 દિવસોમાંથી બહુ ઓછા દિવસો એવા હશે કે, જ્યારે કોઇ તહેવાર ન ઉજવાતો હોય.
 • આપણા તહેવારો પ્રકૃતિના સમયપત્રક અનુસાર ચાલે છે. કેટલાક તહેવારો ખેડૂતો, માછીમારો સાથે પણ સંબંધિત છે. હાલમાં જૈન સમાજ દ્વારા સંવત્સરીનો પર્વ ઉજવવામાં આવ્યો. આ નિમિત્તે તમામ દેશવાસીઓને મિચ્છામિ દુકડમ.
 • સંવત્સરીના પર્વને ક્ષમાવાણી પર્વ પણ કહે છે. આપણા ધર્મમાં પણ ક્ષમા કરનારને વીર કહ્યો છે. ક્ષમા આપવામાં આવે ત્યારે ક્ષમા યાચનાર અને ક્ષમા આપનાર બંનેને આશીર્વાદ મળે છે.
 • હાલ સાર્વજનિક ગણેશોઉત્સવની ઉજવણીમાં દેશ વ્યસ્ત છે, એ પહેલાં કેરળનો પ્રમુખ તહેવાર ઓણમ ઉજવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ઉજવાશે અને બંગાળમાં દુર્ગા પૂજા થશે. આ વિવિધ તહેવારો પણ ટૂરિઝમ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ તહેવારોને આપણે સ્વચ્છતાના પ્રતિક પણ બનાવવા જોઇએ.
 • તહેવારો દરમિયાન આપણે ઘર તો સાફ કરીએ જ છીએ, હવે ઘર ઉપરાંત આપણે ગામ, શહેર, રાજ્ય અને સમગ્ર દેશને સ્વચ્છ કરવાનું નક્કી કરીએ.
 • આપણો દેશ તહેવારની ઉજવણીમાં વ્યસ્ત છે, એમાં દેશના કેટલાક વિસ્તારોમાં થઇ રહેલ હિંસાના સમાચાર દુઃખદ છે. અહિંસા પરમોધર્મમાં વિશ્વાસ ધરાવતા દેશમાં આસ્થાના નામે થતી હિંસા સાંખી નહીં લેવાય.
 • ધાર્મિક આસ્થા હોય કે સાંપ્રદાયિક આસ્થા, એના નામે કોઇ પણ પ્રકારની હિંસા દેશ કે સરકાર સહન નહીં કરે. કાયદો હાથમાં લેવાનો અધિકાર કોઇને નથી.
 • હું દેશવાસીઓને ખાતરી આપું છું કે, કાયદો હાથમાં લેનાર તથા હિંસા કરનારા દરેક વ્યક્તિ કે સમૂહને અને દોષીને સજા થશે.
 • English summary
  Prime Minister Narendra Modi will share his thoughts on a number of themes and issues in his 35th edition of Mann Ki Baat today at 11 a.m.
  ઝડપી સમાચાર અપડેટ
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more