For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 ઓગષ્ટના રોજ નરેન્દ્ર મોદી કરશે એક મોટી જાહેરાત!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi
નવી દિલ્હી, 21 જુલાઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ નાણાકીય સમાવેશના હાલના અભિયાનને ગતિ આપવા માટે નક્કર પગલાં ભરી શકે છે. વડાપ્રધાનમંત્રી તરફથી નાણાકીય સમાવેશની મોટી યોજનાના ખુલાસાની આશા છે. માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદી આ વર્ષે 15 ઓગષ્ટના રોજ લાલ કિલ્લા પરથી ભાષણ આપતી વખતે નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપનારી મહત્વાંકાક્ષી યોજનાઓની જાહેરાત કરી શકે છે.

નાણાંકીય સેવાઓના સચિવ જી.એસ. સંઘૂ તરફથી ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (આઇબીએ)ને મોકલવામાં આવેલા નોટમાં કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર નાણાંકીય સમાવેશ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકોને ઇંશ્યોરન્સ અને પેન્શન કવર પુરૂ પાડવાથી માંડીને ધિરાણદારો માટે ડિફોલ્ટ કવર અને 15 કરોડ બેંક ખાતા ખોલવા જેવા લક્ષ્યનો સમાવેશ થઇ શકે છે. આ 15 કરોડ બેંક ખાતાઓમાં 12 કરોડ ગ્રામીણ વિસ્તારોમાં ખોલવામાં આવશે. ચાર વર્ષની અંદર આ બેંકને ખાતા ખોલવાના છે.

નોટના અનુસાર નરેન્દ્ર મોદીના સમગ્ર નાણાકીય સમાવેશ કાર્યક્રમ ગત સરકારના સમાવેશી કાર્યક્રમોથી ત્રણ પ્રકારે અલગ હશે. ગત સરકારમાં નાણાકીય સેવાના કવરેજ માટે ગામને એક યૂનિટ ગણવામાં આવી હતી પરંતુ આ વખતે પરિવારને યૂનિટ ગણવામાં આવી છે.

અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારો પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે પરંતુ હવે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં નાણાંકીય સમાવેશના પ્રયત્ન કરવામાં આવશે. ત્રણ અંતર એ છે કે આ વખતની યોજના 'મિશન મોડ' તરીકે ચલાવવામાં આવશે.

આ યોજના હેઠળ કાર્યક્રમનો પ્રથમ તબક્કો 15 ઓગષ્ટના રોજ શરૂ થશે અને આગામી વર્ષે 14 ઓગષ્ટના રોજ પુરો થશે. તેના હેઠળ બેસિક એકાઉન્ટ ખોલવાની સુવિધા આપવામાં આવશે, જેનાપર 5000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ સુવિધા લેવામાં આવી શકે છે. આ ઉપરાંત ડેબિટ કાર્ડ પણ આપવામાં આવશે જેમાં એક લાખ રૂપિયાનું વીમા કવર સામેલ હશે. ઓવરડ્રાફ્ટ એકાઉન્ટોમાં ડિફોલ્ટના કવરેજ માટે ક્રેડિત ગેરન્ટી ફંડ પણ બનાવવામાં આવશે.

English summary
Prime Minister Narendra Modi is set to give a big boost to the ongoing financial inclusion drive by unveiling a comprehensive programme, to be announced at the Red Fort in his address to the nation on Independence Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X