કોરોનાના વધતા કેસો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોરોનાના વધતા કેસો વચ્ચે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠક વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થશે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ પણ આ બેઠકમાં હાજર હશે અને આ દરમિયાન એક પ્રેઝન્ટેશન આપશે. મોટા અધિકારીએ જણાવ્યુ કે પ્રધાનમંત્રી મોદી કોવિડની સ્થિતિ પર બધા મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા બપોરે 12 વાગે બેઠક કરશે. તમને જણાવી દઈએ કે 2020માં કોરોનાની શરુઆત બાદ પ્રધાનમંત્રી દેશના મુખ્યમંત્રીઓ સાથે ઘણી વાર બેઠક કરી ચૂક્યા છે.
ઘણા તહેવારે પહેલા પીએમ મોદીએ રવિવારે લોકોને અપીલ કરી હતી કે તે કોરોનાના જોખમને લઈને એલર્ટ રહે અને કોરોના પ્રોટોકૉલનુ પાલન કરે. પોતાના મન કી બાત કાર્યક્રમમાં પણ પીએમ મોદીએ કહ્યુ કે ઈદ, અક્ષય તૃતીયા, ભગવાન પરશુરામ જયંતિ, વૈશાખ બુદ્ધ પૂર્ણિમા આવનારા દિવસોમાં મનાવવામાં આવશે. આ બધા તહેવાર મહત્વના છે પરંતુ લોકોએ આને સાવધાનીથી મનાવવા જોઈએ. તમને સહુને અગ્રીમ શુભેચ્છા આ તહેવારોની. આ તહેવારોને પરસ્પર ભાઈચારા સાથે મનાવો.
પીએમ મોદીએ કહ્યુ કે આ બધા વચ્ચે તમારે કોરોનાથી એલર્ટ પણ રહેવાનુ છે. માસ્ક પહેરો, હાથ સતત ધોતા રહો, જે પણ જરુરી પગલા છે તેનુ પાલન કરો. તમને જણાવી દઈએ કે મંગળવારે દેશમાં કોરોનાના 2483 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા 43062569 પહોંચી ગઈ છે. જ્યારે દેશમમાં સક્રિય કેસોની વાત કરીએ તો આ સંખ્યા 15636 છે. દિલ્લી, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, પંજાબ અને હરિયાણામાં કોરોનાના નવા કેસોમાં વધારાથી સૌથી વધુ જોવા મળ્યુ છે.