For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

National Press Day: PMએ મીડિયાને પાઠવી શુભેચ્છા, ફ્રી પ્રેસ અંગે કરી વાત

ભારતમાં 16 નવેમ્બરનો દિવસ નેશનલ પ્રેસ ડે તરીકે ઉજવાય છે, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ મીડિયાને અભિનંદન પાઠવ્યા હતા. આ અંગે વધુ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

ભારતમાં 16 નવેમ્બરનો દિવસ નેશનલ પ્રેસ ડે તરીકે ઉજવાય છે, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ મીડિયાને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ મીડિયાને અભિનંદન પાઠવતાં ટ્વીટર પર લખ્યું કે, મીડિયાનું કામ મૂંગાને અવાજ આપવાનું છે. રાષ્ટ્રીય પત્રકારિતા દિવસ પર મીડિયાના મારા તમામ મિત્રોને શુભેચ્છા. મીડિયામાં દરેક જણ દિવસ-રાત મહેનત કરી દુનિયાના ખૂણે-ખૂણેથી ખબરો લાવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં મીડિયાએ સ્વચ્છ ભારત અભિયાનમાં પોતાનો સહયોગ આપ્યો છે અને આ સંદેશને આગળ વધારવામાં મદદ કરી છે. ઉલ્લેખનીય છે કે, પીએમ હાલમાં જ આસિયાન શિખર સંમેલનમાંથી પરત ફર્યા છે. તેમણે કહ્યું કે, એક સ્વતંત્ર પ્રેસ એક જીવંત લોકતંત્રની આધારશિલા છે. આપણા તમામ પ્રકારોમાં પ્રેસ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવી રાખવા સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. 125 કરોડ ભારતીયોનું કૌશલ્ય, તાકાત અને રચનાત્મકતા બતાવવા માટે આપણા મીડિયાનો વધુમાં વધુ ઉપયોગ કરી શકાય એમ છે.

Narendra Modi

તો સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, રાષ્ટ્રીય પત્રકારિતા દિવસ પર તમામ મીડિયા કર્મીઓને શુભેચ્છાઓ. લોકતંત્રના ચોથા સ્તંભ તરીકે જાણીતી, એક જીવંત પ્રેસ અમારી લોકતાંત્રિક જડોને મજબૂત કરવામાં સહાયક છે. આવો આપણે પોતાને પ્રેસની સ્વતંત્રતાને નિષ્પક્ષ રૂપથી ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ કરીએ. આ સિવાય કેન્દ્રિય મંત્રી સુરેશ પ્રભુ, રાજ્યવર્ધન સિંગ રાઠોડ, મનોજ સિંહા, ડૉ.મહેશ શર્મા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ મીડિયાને શુભેચ્છા પાઠવી છે. 16 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પત્રકારિતા દિવસ મનાવવામાં આવે છે. પ્રેસની સ્વતંત્રતાની રક્ષા માટે બનાવવામાં આવેલ પ્રેસ પરિષદે વર્ષ 1996માં આ જ દિવસે પોતાનું કામ શરૂ કર્યું હતું. માટે આ દિવસને રાષ્ટ્રીય પ્રેસ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આજે કલમની તાકાત પહેલાની સરખામણીમાં ઘણી વધારે છે. ભારતમાં મીડિયાને લોકતંત્રનો ચોથો સ્તંભ કહેવાય છે. આના પરથી જ ખ્યાલ આવે છે કે, લોકતાંત્રિક દેશમાં મીડિયાનું કેટલું મહત્વ હોય છે. આજે ભલે દેશમાં સેન્સરશિપનું વાતાવરણ હોય, પરંતુ મીડિયા પોતાની વાત મજબૂતીથી મૂકે છે. જન-જનના અવાજને મંચ આપવાનું કામ મીડિયા કરે છે.

English summary
PM Narendra Modi, Information and Broadcasting Minister Smriti Irani and other ministers wishes media on National Press Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X