For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી, સાંજે સાબરમતી આશ્રમ જશે

PM મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી, સાંજે સાબરમતી આશ્રમ જશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના અવસર પર પીએમ મોદી બુધવારે સાબરમતી આશ્રમ આવશે અને બાદમાં દેશને ખુલ્લામાં શૌચથી મુક્ત (ઓડીએફ) ઘોષિત કરશે. ગાંધીજીની 150મી જન્મ જયંતિ પર બુધવારે સવારે પીએમ મોદીએ રાજઘાટ પહોંચી તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમની પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભાજપના કામચલાઉ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

મોદીએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી

મોદીએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી

સાંજે 6 વાગ્યે પીએમ મોદી અણદાવાદ પહોંચશે. ત્યાં પાર્ટીની નગર એકમ દ્વારા આયોજિત સમારોહમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવાાં આવશે. જે બાદ તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે સાબરમતી આશ્રમ જશે. જ્યાંથી તેઓ સાબરમતી રિવરફ્રન્ટ જશે જ્યાં તેઓ 20000થી વધુ ગ્રામ પ્રધાનોની ઉપસ્થિતિમાં દેશને ખુલ્લામાં શૌચ મુક્ત ઘોષિત કરશે.

સમારોહનું આયોજન

સમારોહનું આયોજન

આ સમારોહ માટે ગાંધીવાદી સંસ્થાનો, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો, પદ્મ પુરસ્કારથી સન્માનિત લોકો, વિદ્યાર્થીઓ, શિક્ષાવિદો અને ગ્રામ-સ્તરીય સ્વચ્છતા કાર્યકર્તાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મોદી નગરના જીએમડીસી મેદાનમાં આયોજિત રાજ્ય સ્તરીય નવરાત્રિ સમારોહમાં સામેલ થશે.

સર્વધર્મ પ્રાર્થનાથી દિવસની શરૂઆત થઈ

સર્વધર્મ પ્રાર્થનાથી દિવસની શરૂઆત થઈ

સાંજે સાબરમતિ રિવરફ્રન્ટ 2 ઓક્ટોબરના સમારોહમાં ભાગ લેવા માટે ગુજરાત આવનાર લોકોને દાંડી સ્થિત સ્મારક સિવાય મહાત્મા ગાંધી સાથે જોડાયેલ વિવિધ સ્થળો પર લઈ જવામાં આવશે. નવસારીના જિલ્લા પ્રશાસને દાંડી સમુદ્ર તટ પર વિશાળ સફાઈ અભિયાનનું આયોજન કર્યું છે. નવસારી જિલ્લામા આવેલ દાંડીમાં જ ગાંધીએ નમક કાનૂન તોડ્યો હતો. અમદાવાદથી સાબરમતી સ્થિત ગાધી આશ્રમમાં દિવસની શરૂઆત સવારે 8.30 વાગ્યે સર્વધર્મ પ્રાર્થનાથી થઈ.

વિજય રૂપાણી પોરબંદરની મુલાકાતે

વિજય રૂપાણી પોરબંદરની મુલાકાતે

રાજ્યભરના પ્રાથમિક સ્કૂલોના 900 વિદ્યાર્થીઓ સાબરમતી આશ્રમમાં એકત્ર થશે અને તેઓ અહિંસાના સંબંધમાં ગાંધીના ઉપદેશો પર પોતાના વિચાર વ્યક્ત કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદરમાં રહેશે અને 44 કરોડ રૂપિયાની લાગતથી અસ્માવતી નદી પર નિર્મિત રિવરફ્રન્ટનું લોકાર્પણ કરશે. તેઓ મહાત્મા ગાંધીના પૈતૃક ઘર કીર્તિ મંદિરમાં આયોજિત એક પ્રાર્થના સભામાં પણ સામેલ થશે જ્યાં બે ઓક્ટોબર, 1869ના રોજ મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો.

NRC પર અમિત શાહ બોલ્યા, હિન્દુ શરણાર્થિઓએ દેશ નહિ છોડવો પડે!NRC પર અમિત શાહ બોલ્યા, હિન્દુ શરણાર્થિઓએ દેશ નહિ છોડવો પડે!

English summary
pm narendra modi pays tribute to Mahatma Gandhi at Raj Ghat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X