Video: શપથ ગ્રહણ પહેલા વાજપેયીને પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ, બાપુને પણ કર્યા નમન
પીએમ નરેન્દ્ર મોદી આજે સાંજે સાત વાગે બીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. શપથ ગ્રહણની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. ભાજપની પૂરી કોશિશ છે કે શપથ ગ્રહણ સમારંભ સંપૂર્ણપણે ભવ્ય હોય. જે રીતે મોદી સરકારે પ્રચંડ બહુમત મેળવીને ઈતિહાસ રચ્યો છે બરાબર એ જ રીતે તેમના શપથ ગ્રહણ સમારંભને પણ ઐતિહાસિક બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં શામેલ થવા માટે 6000 મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. વિદેશી મહેમાનોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, નેપાળ અને ભૂટાનના પ્રમુખ શામેલ થશે. આ ઉપરાંત સાંસદો અને બધા રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યુ છે.
આ પણ વાંચોઃ મોદી સરકારના શપથ ગ્રહણ પહેલા સુબ્રમણ્યમ સ્વામીની છલકાઈ પીડા
|
સૌથી પહેલા પીએમ મોદીએ બાપુને આપી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શપથ લેતા પહેલા મહાત્મા ગાંધીની સમાધિ પર જઈને શ્રદ્ધાંજલિ આપી. પીએમ સવારે રાજઘાટ પહોંચ્યા અને ત્યાં બાપુને નમન કર્યા.
|
પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નમન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સદૈવ અટલ સમાધિ સ્થળ પર પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા. અહીં તેમની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને અન્ય ભાજપ સાંસદ પણ હાજર રહ્યા.
|
શહીદોને પણ પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
વૉર મેમોરિયલમાં શહીદોને પણ પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી. આર્મી ચીફ જનરલ બિપિન રાવત, નેવી ચીફ એડમિરલ સુનીલ લાંબા અને વાઈસ ચીફ ઑફ એરફોર્સ એર માર્શલ આરકેએસ ભદોરિયા પણ હાજર રહ્યા.
|
ક્યાં થશે શપથ ગ્રહણ સમારંભ
નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે ઘણી કેબિનેટ મંત્રી પણ શપથ લેશે. જો કે મંત્રીમંડળમાં કોણ શામેલ થશે તેનો હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. નરેન્દ્ર મોદીએ શનિવારે રાષ્ટ્રપતિ ભવન જઈને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તે શપથ ગ્રહણ પહેલા પોતાની મા હીરાબાના આશીર્વાદ લેવા ગુજરાત ગયા હતા. વળી તે કાશીની જનતાનો આભાર માનવા માટે બનારસ પણ ગયા હતા.