For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી જંગમાં આજે પીએમ મોદી અને રાહુલ-પ્રિયંકા સામસામે

લોકસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓની રેલીઓનો સિલસિલો ઝડપી બની રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓની રેલીઓનો સિલસિલો ઝડપી બની રહ્યો છે. ગુરુવારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર દીએ પોતાની રેલીઓનો સિલસિલો મેરઠથી શરૂ કરી દીધો છે. આ સિલસિલો આજે પણ ચાલુ રહેશે. પીએમ મોદી આજથી રાજ્યોમાં જનસભાઓને સંબોધિત કરશે. એક તરફ જ્યાં પીએમ મોદી રેલીઓને સંબોધિત કરશે તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ લોકો સાથે જનસંપર્ક કરશે.

Narendra Modi

પીએમ મોદીની આજે ઓડિશા, તેલંગાના, આંધ્રપ્રદેશમાં રેલીઓ છે. તે ભુવનેશ્વર, વિજયવાડા અને હૈદરાબાદમાં કાર્યક્રમમાં શામેલ થશે. આ પહેલા પીએમ મોદીએ યુપીના મેરઠમાં પોતાની ચૂંટણી રેલીનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ તે ઉત્તરાખંડના રુદ્રપુર, જમ્મુ કાશ્મીરના અખનૂરમાં જનસભાને સંબોધિત કરી હતી. આ ત્રણ ક્ષેત્રોમા પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલે યોજાવાનું છે. પીએમ મોદીએ આ દરમિયાન વિરોધીઓ પર જોરદાર હુમલો કર્યો. તેમણે એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવનારને કહ્યુ કે તેમને સબુત જોઈએ અમને સપૂત જોઈએ.

આ પણ વાંચોઃ ભારતના સંસદ સભ્યોનું શૈક્ષણિક બ્રેકગ્રાઉન્ડ જાણો અહીં

વળી, બીજી તરફ આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ લોકો સાથે સંપર્ક સ્થાપિત કરશે. રાહુલ ગાંધી હરિયાણામાં હશે અને તે ત્યાંના કરનાલમાં યોજાનાર પરિવર્તન યાત્રામાં શામેલ થશે. સાથે યમુનાનગર, કુરુક્ષેત્રમાં પણ તેમનો કાર્યક્રમ છે. જ્યારે પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં જશે. પ્રિયંકા અવધના ત્રણ દિવસના પ્રવાસે છે અને અયોધ્યા તેમનો અંતિમ પડાવ છે. અહીં પ્રિયંકા હનુમાનમઢીમાં પૂજા અર્ચના કર્યા બાદ પાર્ટી માટે મત માંગશે. જો કે એ હજુ સ્પષ્ટ નથી કે શું પ્રિયંકા ગાંધી અયોધ્યામાં રામ જન્મભૂમિના દર્શન કરવા જશે.

આ પણ વાંચોઃ પીએમ નરેન્દ્ર મોદીની મેરઠમાં પહેલી ચૂંટણી રેલીના પાંચ દમદાર ડાયલૉગઆ પણ વાંચોઃ પીએમ નરેન્દ્ર મોદીની મેરઠમાં પહેલી ચૂંટણી રેલીના પાંચ દમદાર ડાયલૉગ

English summary
PM Narendra Modi Rahul Gandhi Priyanka Gandhi mega campaign for Lok Sabha elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X