For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા BARC, પૃથ્વીરાજે કર્યું સ્વાગત

|
Google Oneindia Gujarati News

modi
મુંબઇ, 21 જુલાઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે મુંબઇ ખાતે આવી પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી અત્રે ભાભા પરમાણુ રિસર્ચ સેન્ટરની મુલાકાત લેવા માટે આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની મુંબઇની આ પહેલી મુલાકાત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાભા પરમાણુ રિસર્ચ સેન્ટરની મુલાકાત લેવા માટે અત્રે આવ્યા છે. આ દરમિયાન નરેન્દ્ર મોદી ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી(ડીએઇ) અને બાર્કના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરવાના છે. નરેન્દ્ર મોદી બાર્કની મુલાકાત લેવા માટે મુંબઇના આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર બપોરે આવ્યા હતા જ્યાં તેમનું મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાનના કાર્યક્રમની વાત કરીએ તો મોદી અત્રે માત્ર બાર્કની મુલાકાત લઇને પાછા દિલ્હી રવાના થઇ જશે. સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર તેમનો બીજો કોઇ કાર્યક્રમ મુંબઇમાં નથી. નરેન્દ્ર મોદી ભાભા ખાતેની આ પહેલી મુલાકાત છે, તેમજ વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર તેઓ મુંબઇ આવ્યા છે.

English summary
PM Narendra Modi reached at BARC in Mumbai, Maharashtra CM welcome Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X