For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી UN પ્રમુખ દ્વ્રારા ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' પુરસ્કારથી સમ્માનિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે યુનાઈટેડ નેશન્સ (યુએન) મહાસચિવ એન્ટાનિયો ગુટારેશે ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે યુનાઈટેડ નેશન્સ (યુએન) મહાસચિવ એન્ટાનિયો ગુટારેશે 'ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા. પર્યાવરણના ક્ષેત્રમાં આ સર્વોચ્ચ પુરસ્કાર માનવામાં આવે છે. એક વિશેષ કાર્યક્રમમાં પીએમ મોદીને આ સમ્માન આપવામાં આવ્યુ. આ સમ્માનનું એલાન 26 સપ્ટેમ્બરના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ અસેમ્બલી (ઉંગા) ના 73 માં સત્ર દરમિયાન ન્યૂયોર્કમાં કરવામાં આવ્યુ. પીએમ મોદી ઉપરાંત પાંચ અન્ય વ્યક્તિઓ અને સંગઠનને પણ આ સમ્માન આપવામાં આવી રહ્યુ છે. પીએમ મોદી ઉપરાંત ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોંને પણ આ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી હતી.

pm modi

પીએમ મોદીને કેમ આપવામાં આવી રહ્યો છે આ પુરસ્કાર

પીએમ મોદીને 'ચેમ્પિયન ઓફ ધ અર્થ' પુરસ્કાર આંતરરાષ્ટ્રીય સ્તર પર સૌર ઉર્જા માટે ગઠબંધન કરવા અને સાથે વર્ષ 2022 સુધી ભારતને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત કરવાની શપથના કારણે આપવામાં આવી રહ્યુ છે. યુએના પર્યાવરણ કાર્યક્રમ તરફથી આના પર કહેવામાં આવ્યુ હતુ, 'આ વર્ષે આ પુરસ્કાર એવા વ્યક્તિઓને આપવામાં આવી રહ્યુ છે જેમણે વર્તમાન સમયમાં પર્યાવરણ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરવા માટે સાહસિક, નવીન અને અથાગ પ્રયત્નો કર્યા છે.'

આ પણ વાંચોઃ સના બાદ 'ગુમનામ ટીચર' ના નિવેદનથી વિવેક તિવારી મર્ડર કેસમાં નવો વળાંકઆ પણ વાંચોઃ સના બાદ 'ગુમનામ ટીચર' ના નિવેદનથી વિવેક તિવારી મર્ડર કેસમાં નવો વળાંક

કોચ્ચિ ઈન્ટરનેશલ એરપોર્ટ પણ સમ્માનિત

ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ પુરસ્કાર પર્યાવરણના ક્ષેત્રમાં અસાધારણ ફેરફાર લાવનારા છ વ્યક્તિઓને આપવામાં આવશે. મોદી અને મેક્રોંને પુરસ્કારની 'પોલિસી લીડરશીપ' કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યા છે. કોચ્ચિ ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ સસ્ટેનેબલ એનર્જીનું નેતૃત્વ કરવા માટે આ પુરસ્કારથી આજે સમ્માનવામાં આવશે. આ ઉપરાંત દુનિયાની સૌથી મોટી બીચને વર્ષ 2016 માં સાફ કરવા બદલ અફરોઝ શાહને પણ આ પુરસ્કારથી નવાઝવામાં આવશે. ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ પુરસ્કારની શરૂઆત 13 વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ પુરસ્કાર સરકારમાં શામેલ નેતાઓ ઉપરાંત સિવિલ સોસાયટી અને પ્રાઈવેટ સેક્ટરના એવા લોકો અને સંસ્થાઓને આપવામાં આવે છે જેમણે પોતાના કામો દ્વારા પર્યાવરણ પર સકારાત્મક પ્રભાવ પાડ્યો છે.

આ પણ વાંચોઃ RTI દ્વારા માંગી ભગવાન શ્રીકૃષ્ણના જન્મ, ગામ, લીલાઓ વિશે જાણકારીઆ પણ વાંચોઃ RTI દ્વારા માંગી ભગવાન શ્રીકૃષ્ણના જન્મ, ગામ, લીલાઓ વિશે જાણકારી

English summary
PM Narendra Modi to receive 'Champions of the Earth Award' today by UN Secretary General Antonio Guterres.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X