For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છેલ્લા ચાર વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ વાતનો છે અફસોસ

પીએમ મોદીએ કહ્યુ કે હું ઉચ્ચ વર્ગમાંથી નથી આવતો, આ જ કારણ છે કે હું ક્યારેય તેમનું દિલ ન જીતી શક્યો..

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે પોતાનો પહેલો ઈન્ટરવ્યુ આપ્યો છે અને તેમણે આ દરમિયાન ઘણા મુદ્દાઓ પર ખુલીને પોતાની વાત કહી છે. આ દરમિયાન પીએમ મોદીને જ્યારે પૂછવામાં આવ્યુ કે 2014માં સત્તા સંભાળ્યા બાદ તમને કઈ વાતનો સૌથી વધુ અફસોસ છે તો પીએમે તેનો ઘણો રસપ્રદ જવાબ આપ્યો. પીએમે કહ્યુ કે હું ક્યારેય પણ લુટિયન લોકોનું દિલ ન જીતી શક્યો અને ના તો તેમનો હિસ્સો બની શક્યો. પીએમે કહ્યુ કે ના તો હું લુટિયનનો હિસ્સો બની શક્યો અને ના એ લોકોએ મને અપનાવ્યો, આના માટે હું ચકિત પણ નથી.

pm modi

પીએમ મોદીએ કહ્યુ કે હું નથી ઈચ્છતો કે આ લોકો મારો હિસ્સો બને કારણકે મારી પૃષ્ઠભૂમિ અલગ છે. હું ઉચ્ચ વર્ગમાંથી નથી આવતો, આ જ કારણ છે કે હું ક્યારેય તેમનું દિલ ન જીતી શક્યો, હું હજુ પણ આ પ્રકારના લોકોનો ભરોસો જીતવાની કોશિશ કરી રહ્યો છુ. વળી, જ્યારે પીએમ મોદીને પૂછવામાં આવ્યુ કે શું તમે તમારા કામથી સંતુષ્ટ છો તો તેમણે કહ્યુ કે આ લોકો પર નિર્ભર છે કે તે આનો નિર્ણય કરે કે શું તે મારા કામથી સંતુષ્ટ છે કે નહિ. મે મારા દરેક કામની દરેક મિનિટનો આનંદ ઉઠાવ્યો છે. મે મારુ કામ પૂરી ઈમાનદારીથી કર્યુ છે.

વળી, પીએમને જ્યારે પૂછવામાં આવ્યુ કે પ્રધાનમંત્રી તરીકે તમને સૌથી સારુ શું લાગ્યુ તો તેમણે કહ્યુ કે હું લોકો માટે કામ કરુ છુ અને દરેક સેકન્ડ હું તેને ખુશીથી કરુ છુ. ન્યૂઝ એજન્સી એએનઆઈને 95 મિનિટના ઈન્ટરવ્યુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણા મુદ્દાઓ પર ખુલીને પોતાની વાત મૂકી અને ઘણા સવાલોના જવાબ આપ્યા. આ દરમિયાન તેમણે રાફેલ ડીલ, નોટબંધી, રિઝર્વ બેંક, ઉર્જિત પટેલ સહિત તમામ સવાલોના જવાબ આપ્યા.

આ પણ વાંચોઃ Video: ઈતિહાસમાં પહેલી વાર કેરલના સબરીમાલા મંદિરમાં થયો મહિલાઓનો પ્રવેશઆ પણ વાંચોઃ Video: ઈતિહાસમાં પહેલી વાર કેરલના સબરીમાલા મંદિરમાં થયો મહિલાઓનો પ્રવેશ

English summary
PM Narendra Modi reveals what he regret during his tenure in last four year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X