For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાને આપ્યો પોલીસ જવાનોને મંત્ર, બને વધારે 'SMART'

|
Google Oneindia Gujarati News

ગુવાહાટી, 30 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વોત્તર રાજ્યોના પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે ગુવાહાટીમાં વડાપ્રધાને રાજ્યોના પોલીસ પ્રમુખોના સંમેલનનું ઉદઘાટન કર્યું. મોદીએ પોલીસ જવાનોને સ્માર્ટ બનવાનું મંત્ર આપ્યું, મોદીએ જણાવ્યું કે પોલીસ સ્ટ્રિક્ટ પણ બને અને સેંસેટિવ પણ, પોલીસ એલર્ટ પણ રહે અને એકાઉંટેબલ પણ રહે, તે રિલાયેબલ પણ હોય અને રિસ્પોન્સિબલ પણ બને, પોલીસ ટેકનોસેવી પણ બને અને ટ્રેંડી પણ.

વડાપ્રધાને પોલીસ જવાનોના જીવનને સૌથી વધારે તણાવભર્યું ગણાવ્યું. વડાપ્રધાને જણાવ્યું કે સૌથી વધારે તણાવ ભરેલી જિંદગી છે તો પોલીસની છે, તેઓ પોતાના જીવનને દાવ પર લગાવી દે છે. જો તેમના પરિવારમાં બધું જ ઠીક ના હોય તો તેઓ ડ્યૂટી પર વ્યાકુળ રહેશે. માટે પોલીસના પરિવારના વેલફેર માટે જોગવાઇ હોવી જોઇએ.

modi
વડાપ્રધાને જણાવ્યું કે જો કોઇ પોલીસ જવાન એક ભૂલ કરે છે તો મીડિયામાં તેના સમાચાર છવાઇ જાય છે, પરંતુ તે દરમિયાન જો પોલીસ જવાન કોઇ સારુ કામ કરે છે તો તેને કોઇ નથી બતાવતું. દેશની આઝાદી બાદ 33000 જવાનોએ દેશના નાગરિકોની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા છે. આ બલિદાન વ્યર્થ ના જવા જોઇએ. દરેક રાજ્ય શહીદો પર ઇ-બુક નીકાળે જેમાં એ શહીદોની કહાણી લખેલી હોય. તેમના બલિદાનને પ્રેરણા બનાવે અને તેમના જીવનને આવી રીતે ખત્મ ના થવા દે. દેશ અને સમાજ માટે તે શહીદોને હંમેશા જીવતા રાખે. તેમને ક્યારેય મરવા ના દેવા જોઇએ.

વડાપ્રધાને જણાવ્યું કે ફિલ્મોમાં પણ પોલીસ જવાનોની છબી ખોટી રીતે રજૂ કરવામાં આવે છે. જો યોગ્ય નથી, જો કોઇ એક ઇંસાન ભૂલ કરે છે તો તેના માટે તમામને દોષી ના ઠેરવી શકાય. ફિલ્મ ઇંડસ્ટ્રીને પણ પહેલ કરીને પોલીસ જવાનોની તસવીર સારી રજૂ કરવી જોઇએ. વડાપ્રધાને જણાવ્યું કે દરેક પોલીસ સ્ટેશનોની પોતાની વેબસાઇટ હોવી જોઇએ અને તેના પર પોતાના સારા કામોનું વિવરણ રજૂ કરવું જોઇએ. જેનાથી લોકોને પણ માલૂમ પડે કે પોલીસ સારુ કામ કરી રહી છે.

આ અવસરે ગૃહ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજીજૂ અને સીબીઆઇ પ્રમુખ રંજીત સિન્હા પણ હાજર હતા. સાથે જ તમામ રાજ્યોના પોલીસ મહાનિદેશક, ગુપ્ત એજન્સીઓના પ્રમુખ અને તમામ દિગ્ગજ ઓફીસરોએ હાજરી આપી હતી.

English summary
PM Narendra Modi addresses security meet in Guwahati; calls for 'SMART' policing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X