પીએમ મોદીની SPG સુરક્ષા પાછળ દરરોજ અધધધ 1.62 કરોડનો ખર્ચો!
આ તથ્યો પહેલે જ સામે ચૂક્યાં છે, ગયા વર્ષે જ એસપીજી એક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો અને આ અંગે નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું હતું. છતાં સંસદમાં પ્રશ્ન પૂછાયો હતો અને ગૃહ મંત્રાલયે લોકસભામાં લેખિતમાં જવાબ આપતાં જ સત્તાવાર કર્યું હતું કે હવે દેશમાં માત્ર પીએમ નરેન્દ્ર મોદીને જ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)નું સુરક્ષા કવચ મળી રહ્યું છે.
ત્યારે DMKના સાંસદ દયાનિધિએ હાલ દેશમાં કોને કોને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)નું કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેના જવાબમાં રાજ્ય ગૃહમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે, એસપીજી સુરક્ષા દેશમાં માત્ર એક વ્યક્તિને જ મળી રહી છે, જો કે તેમણે પીએમ મોદીના નામ લીધા વિના જવાબ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે CRPF સુરક્ષા કવચ હેઠળ આવતા લોકો અને 2014 પછી જે VIPsનું સુરક્ષા કવચ બદદલવામાં આવ્યું છે તેમના વિશે માહિતી આપી નહોતી.
મંગળવારે રાજ્ય ગૃહમંત્રી રેડ્ડીએ લોકસભામાં જણાવ્યું કે CRPF દેશના 56 અતિ મહત્વના લોકોને સુરક્ષા પૂરી પાડે છે.
ત્યારે 3000 સ્પેશિયલ કમાંડોવાળી SPG માટે ફળવાયેલા બજેટને જોતાં સવાલો ઉઠી રહ્યા છે. Union Budget 2020-21માં એસપીજી ફોર્સ માટે 592.55 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જે ગત બજેટથી 10 ટકા વધારે છે.

SPG Actમાં સુધારો
ગયા વર્ષે જ SPG Actમાં સુધારો કરવાાં આવ્યો હોવાથી આ વધારો અણધાર્યો હતો, ત્યારે elite SPG Force કુલ 4 વાઆઈપીની સુરક્ષા માટે જવાબદાર હતી. પીએમ મોદી સિવાય અન્ય ત્રણ વીઆઈપીમાં કોંગ્રેસના પ્રેસિડેન્ટ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી અને તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાનો સમાવેશ થતો હતો.

2019-20નું બજેટ
આ ચાર વીઆઈપીની સુરક્ષા માટે વર્ષ 2019-20માં 540.16 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. આ હિસાબે દરેક વીઆઈપીએ 135 કરોડનો ખર્ચો થતો હતો. શું હોય છે SPG, Z+, Y અને X કેટેગરી, વિગતવાર જાણવા માટે અહિં ક્લિક કરો.

SPG ક્યારે અસ્તિત્વમાં આવી
પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ SPG અસ્તિત્વમાં આવી. તે સમયે તેમના પૂત્ર રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. વડાપ્રધાન અને તેમના પરિજનોની સુરક્ષા માટે એસપીજીની રચના કરવામાં આવી હતી. જેની સાથે જ રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી આપોઆપ એસપીજી સંરક્ષક બની ગયા.

સુરક્ષા કવચ છીનવી લીધું
પરંતુ 1989માં સત્તા પરિવર્તન થતાં વીપી સિંહ સરકારે ગાંધી પરિવાર પાસેથી આ સુરક્ષા કવચ છીનવી લીધું હતું. 1991માં રાજીવ ગાંધીની હત્યા થઈ. એજ વર્ષે કોંગ્રેસ ફરી સત્તામાં આવી. પીવી નરસિમ્હા વડાપ્રધાન બન્યા, અને દેખીતી રીતે જ સોનિયા ગાધીની ભલામણ પર સરકારે ગાંધી પરિવારને ફરી એસપીજી કવચ આપ્યું. નવેમ્બર 2019 સુધી તેમને એસપીજીની સુરક્ષા મળી, ત્યારે મોદી સરકારે તેમનું એસપીજી કવચ છીનવીને સીઆરપીએફ સિક્યોરિટી કવચ આપવાનું નક્કી કર્યું.

બજેટ ફાળવણીમાં જબરો વધારો
તેમ છતાં એસપીજી માટેના બજેટમાં સતત વધારો થયો. મોદી સરકાર પહેલી વખત સત્તામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં એસપીજીનું બજેટ બમણું થઈ ગયું છે. 2014-15માં એસપીજી માટે 298 કરોડ ફાળવવામાં આવ્યા હતા અને 2015-16ના બજેટમાં એસપીજીના બજેટમાં વધારો કરીને 330 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.

2019-20માં બજેટ ફાળવણીમાં જબરો વધારો
વર્ષ 2019-20માં બજેટ ફાળવણીમાં જબરો વધારો નોંધાયો, 2018-19માં 385નું બજેટ ફાળવવામાં આવ્યું હતું જે 535 કરોડ કરી દેવાયું. જો કે સમજી શકાય કે ચૂંટણીનું વર્ષ હોવાથી એ સમયે પીએમ મોદી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી દેશભરના મોંઘેરા પ્રવાસો કરવાના હોય એસપીજી બિલમાં પણ હરણફાળ વધારો થયો હતો.

દરરોજનો 1.62 કરોડનો ખર્ચો
ત્યારે આશ્ચર્યની વાત એ છે કે આ વખતે એસપીજી માત્ર પીએમ મોદીને જ સુરક્ષા કવચ પૂરું પાડી રહ્યું હોય છતાં બજેટ 2020-21 માટે 592 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, આ હિસાબે પીએમ મોદીની સુરક્ષા પાછળ દરરોજ 1.62 કરોડ, હરેક કલાકનો ખર્ચ 6.75 લાખ અને હરેક મિનિટની સુરક્ષાનો ખર્ચો 11.263 રૂપિયા થાય છે.

રેડ્ડીએ શું કહ્યું
પોતાના જવાબમાં રેડ્ડીએ સંસદને કહ્યું કે, "સિક્યોરિટી એજન્સી દ્વારા ખતરાની આકરણીને ધ્યાનમાં રાખીને સિક્યોરિટી પૂરી પાડવામાં આવે છે. તે સમયાંતરે સમીક્ષાને આધિન છે, આવી સમીક્ષાના આધારે, સુરક્ષા કવર ચાલુ અથવા સંશોધિત કરવામાં આવે છે."

સંશોધિત SPG Act શું કહે છે?
સંશોધિત SPG Act મુજબ પીએમ અને તેમના સત્તાવાર આવાસે રહેતા તેમના પરીવારના લોકોને અને પૂર્વ વડાપ્રધાન તથા તેમના પરિજનોને પાંચ વર્ષ માટે એસપીજી સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. ત્યારે નરેન્દ્ર મોદી બીજી વખત સત્તામાં આવ્યા હોય તેમના પૂર્વગામી મનમોહન સિંઘ હવે એસપીજી કવર માટે હકદાર નથી.
મનમોહન સિંહની એસપીજી સુરક્ષા હટી તે અંગે વધુ જાણવા માટે અહિં ક્લિક કરો