For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૃંદાવનમાં પીએમ મોદી, બાળકોને પિરસશે અક્ષયપાત્રની 300 કરોડની થાળી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે યુપીના પ્રવાસે રહેશે. તે વૃંદાવનમાં શાળાના બાળકોને ભોજન કરાવશે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે યુપીના પ્રવાસે રહેશે. તે વૃંદાવનમાં શાળાના બાળકોને ભોજન કરાવશે. અક્ષયપાત્ર ફાઉન્ડેશન તરફથી આયોજિત થતા આ કાર્યક્રમમાં 'બાહુબલી' ફિલ્મના કલાકારો સહિત સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર પણ હાજર રહેશે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ અક્ષયપાત્રના 38 સેન્ટરો પર લાઈવ પ્રસારિત થશે.

300 કરોડની થાળી પિરસશે

300 કરોડની થાળી પિરસશે

વાસ્તવમાં 11 ફેબ્રુઆરીએ અક્ષયપાત્ર દ્વારા સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યુ છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શામેલ થશે. વૃંદાવન ચક્રોદય મંદિરમાં આયોજિત સમારંભમાં પીએમ મોદી ફાઉન્ડેશન તરફથી શાળાના ગરીબ બાળકોને 300 કરોડની થાળી પિરસશે. પ્રધાનમંત્રી અહીં બાળકો સાથે ભોજન પણ કરશે.

પીએમ પહેલા પણ કરી ચૂક્યા છે કાર્યક્રમનો ઉલ્લેખ

પીએમ પહેલા પણ કરી ચૂક્યા છે કાર્યક્રમનો ઉલ્લેખ

તમને જણાવી દઈએ કે 2016માં અક્ષયપાત્ર ફાઉન્ડેશનના તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ઉપસ્થિતિમાં 200 કરોડની થાળી ખવડાવી હતી. 24 ઓક્ટોબર, 2018ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્લીમાં એક કાર્યક્રમ દરમિયાન અક્ષયપાત્ર ફાઉન્ડેશનનો ઉલ્લેખ કર્યો હતો.

આ છે સમગ્ર કાર્યક્રમ

આ છે સમગ્ર કાર્યક્રમ

જાણકારી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારની સવારે 11.25 વાગે કાર્યક્રમમાં પહોંચશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામનાઈક કાર્યક્રમ સ્થળ પર બનેલા હેલીપેડ પર પ્રધાનમંત્રીને રિસીવ કરશે. આ દરમિયાન ઘણા કેન્દ્રીય અને રાજ્ય સરકારના મંત્રી પણ હાજર રહેશે.

આ પણ વાંચોઃ ક્વીન એલિઝાબેથના પતિ ફિલિપે સરેન્ડર કર્યુ પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સઆ પણ વાંચોઃ ક્વીન એલિઝાબેથના પતિ ફિલિપે સરેન્ડર કર્યુ પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ

English summary
PM narendra Modi To Serve Akshay Patra 3 billionth Meal In Vrindavan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X