For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરુણ જેટલીના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, પરિવારે વિદેશ પ્રવાસ અંગે કરી વાત

પીએમ મોદી હાલમાં યુએઈમાં છે તેમણે અરુણ જેટલીના નિધન પર ઉંડો શોક વ્યક્ત કર્યો અને તેમના પત્ની તેમજ પુત્ર સાથે સંવેદના વ્યક્ત કરી.

|
Google Oneindia Gujarati News

પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને રાજ્યસભા સાંસદ અરુણ જેટલીનું શનિવારે એમ્સમાં નિધન થઈ ગયુ. શનિવારે બપોરે 12 વાગીને 7 મિનિટે અરુણ જેટલીએ અંતિમ શ્વાસ લીધા. ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીને 9 ઓગસ્ટના રોજ એમ્સ લાવવામાં આવ્યા હતા. જેટલીના નિધન પર તમામ નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદી હાલમાં યુએઈમાં છે તેમણે અરુણ જેટલીના નિધન પર ઉંડો શોક વ્યક્ત કર્યો અને તેમના પત્ની તેમજ પુત્ર સાથે સંવેદના વ્યક્ત કરી.

પીએમ મોદીએ જેટલીના પત્ની અને પુત્ર સાથે વાત કરી

પીએમ મોદીએ જેટલીના પત્ની અને પુત્ર સાથે વાત કરી

પીએમ મોદીએ ટ્વીટ કરીને અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યુ, ‘જેટલી એક રાજકીય દિગ્ગજ હતા, જે બૌદ્ધિક અને કાયદાકીય રીતે મજબૂત હતા. તે એક પ્રમુખ નેતા હતા જેમણે સ્થાયી યોગદાન આપ્યુ. તેમનુ જવુ ખૂબ દુઃખદ છે. અરુણ જેટલીના પત્ની સંગીતા અને પુત્ર રોહન સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી.' પીએમ મોદીએ જેટલીના પત્ની અને પુત્ર સાથે વાત કરી તો એ લોકોએ પ્રધાનમંત્રીને પોતાના વિદેશ પ્રવાસ રદ ન કરવાની અપીલ કરી. પીએમ નરેન્દ્ર મોદીએ બે દિવસીય ફ્રાંસ પ્રવાસ પૂરો કર્યા બાદ શુક્રવારે મોડી રાતે યુએઈ પહોંચ્યા. પીએમ મોદી અહીં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યંને મળશે.

પરિવારે વિદેશ પ્રવાસ રદ ન કરવાની કરી અપીલ

પીએમ મોદીએ કહ્યુ, ‘ભાજપ અને અરુણ જેટલીનું બંધન અતૂટ હતુ. એક તેજ તર્રાર છાત્ર નેતા તરીકે તે ઈમરજન્સી દરમિયાન લોકતંત્રની રક્ષા કરવામાં સૌથી આગળ હતા. તે અમારી પાર્ટીના બહુ જ મનપસંદ ચહેરો બની ગયા હતા.' તેમણે લખ્યુ, ‘મે એક મહત્વનો દોસ્ત ગુમાવી દીધો, જેને દશકોથી જાણવાથી સમ્માન મને મળ્યુ હતુ. મુદ્દાઓ પર તેમની સમજ બહુ સારી હતી. તે અમને સુખદ સ્મૃતિઓ સાથે છોડી ગયા. અમે તેમને યાદ કરીશુ.'

આ પણ વાંચોઃ જ્યારે જ્યારે આ મોટા નિર્ણયોની વાત થશે, અરુણ જેટલીને દેશ યાદ કરશેઆ પણ વાંચોઃ જ્યારે જ્યારે આ મોટા નિર્ણયોની વાત થશે, અરુણ જેટલીને દેશ યાદ કરશે

અમિત શાહે પણ વ્યક્ત કર્યો શોક

અમિત શાહે પણ વ્યક્ત કર્યો શોક

પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે પણ અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો. શાહે કહ્યુ, ‘અરુણ જેટલીના નિધનથી ખૂબ દુઃખ થયુ. આ મારા માટે અગંત ક્ષતિ જેવુ છે. મે પાર્ટીના એક વરિષ્ઠ નેતાને જ નહિ પરંતુ પરિવારના એક મહત્વપૂર્ણ સભ્યને પણ ગુમાવી દીધા છે. વળી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમને દેશ માટે મહત્વપૂર્ણ ધરોહર ગણાવ્યા.'

English summary
PM Narendra Modi speaks to Arun Jaitley’s wife and son, and expressed his condolences
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X