આજે રાતે 8 વાગે દેશના નામ પોતાનુ સંબોધન જારી કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણ વિશે રાતે આઠ વાગે દેશને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાયલ તરફથી કરાયેલ ટ્વિટમાં આની માહિતી આપવામાં આવી છે. કાલે પીએમ મોદીએ લગભગ છ કલાક સુધી કોરોના વાયરસ મહામારી અને લૉકડાઉન વિશે દેશના બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. માનવામાં આવી રહ્યુ છે કે પીએમ મોદી આજે લૉકડાઉનના ચોથા તબક્કા વિશે રાષ્ટ્ર સાથે વાત કરી શકે છે.
આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના લૉકડાઉન વિશે પાંચમી વાર મુખ્યમંત્રીઓ સાથે સોમવારે વાત કરી હતી. તેમણે લૉકડાઉનને સંપૂર્ણપણે નહિ હટાવવા પરંતુ પ્રતિબંધોમાં ધીમે ધીમે છૂટ આપવાના સંકેત આપીન કહ્યુ હતુ કે તેમનો દ્રઢ મત છે કે લૉકડાઉન પહેલા ત્રણ તબક્કામાં જે ઉપાયોની જરૂર હતી તે ચોથામાં જરૂર નથી. તમને જણાવી દઈે કે 17મેએ લૉકડાઉનનો ત્રીજો તબક્કો ખતમ થવાનો છે. આ દરમિયાન પીએમ મોદીએ 15 મે સુધી બધા રાજ્યોને લૉકડાઉન કાઢવા માટે બ્લુપ્રિન્ટ માંગી છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં તમામ કોશિશો બાદ પણ કોરોના વાયરસ(કોવિડ-19)નુ સંકટ ઝડપથી વધી રહ્યુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે સવારે જણાવ્યુ કે હવે ભારતમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની સંખ્યા વધીને 70,756 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3604 અને કેસ સામે આવ્યા છે અને 87 મોત થયા છે. કુલ પૉઝિટીવ કેસોમાં 46,008 સક્રિય કેસ, 22454 રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત કેસ અને 2293 મોત શામેલ છે.
Shri @narendramodi will be addressing the nation at 8 PM this evening.
— PMO India (@PMOIndia) May 12, 2020
આ પણ વાંચોઃ આરોગ્ય સેતુ એપનો ડેટા 180 દિવસમા ડિલીટ કરી દેશે સરકાર