આજથી શરૂ થશે દેશનો પહેલો ઑનલાઈન રમકડાં મેળો, પીએમ મોદી કરશે ઉદઘાટન
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત રમકડાં મેળો 2021નુ ઉદઘાટન કરશે. નક્કી કાર્યક્રમ મુજબ પીએમ મોદી સવારે 11 વાગે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા મેળાની શરૂઆત કરશે. કેન્દ્ર સરકાર તરફથી એક રિલીઝ જાહેર કરીને જણાવવામાં આવ્યુ કે આ રમકડા મેળાનુ આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એ વિઝનને સાકાર રૂપ આપવા માટે કરવામાં આવી રહ્યુ છે જેમાં તેમણે એક બાળકના સંપૂર્ણ વિકાસમાં રમકડાંની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ગણાવી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં પોતાના મન કી બાત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ભારતમાં રમકડાના નિર્માણને પ્રોત્સાહન આપવા પર પણ જોર આપ્યુ હતુ.
આ પહેલા શુક્રવારે પીએમ મોદીએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપીને જણાવ્યુ, '27 ફેબ્રુઆરીએ સવારે 11 વાગે ભારત રમકડાં મેળા 2021નુ ઉદઘાટન કરીશુ. આ મેળા દ્વારા રમકડા નિર્માણ ક્ષેત્ર સાથે જોડાયેલ બધા લોકો એક સાથે એક મંચ પર આવસે. આ રીતના પ્રયત્નોના માધ્યમથી સરકાર રમકડા ઉદ્યોગને આગળ વધારવા માટે ગતિ આપવા માંગે છે.'
27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ચાલશે આ રમકડા મેળો
તમને જણાવી દઈએ કે આ મેળો 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ચાલશે. સરકારે જણાવ્યુ કે આ મેળાનો હેતુ રમકડાના ખરીદાર, વિક્રેતા, છાત્ર, શિક્ષક અને ડિઝાઈનર વગેરેને સાથે લાવવાનો છે. મેળામાં દેશના બધા રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોના 1000થી વધુ રમકડાં વેપારી પોતાના રમકડાંનુ પ્રદર્શન કરશે જેને ઑનલાઈન ખરીદી શકાય છે. મેળામાં પારંપરિક ભારતીય રમકડાંની સાથે સાથે ઈલેક્ટ્રોનિક રમકડાં, પ્લશ રમકડા, પઝલ્સ અને ગેમ સહિત મૉડર્ન રમકડાં પ્રદર્શિત કરવામાં આવશે. રમકડાંના પ્રદર્શન ઉપરાંત ઉદ્યોગને મજબૂતી આપવા માટે મેળામાં પેનલ ડિસ્કશન અને વેબીનાર પણ આયોજિત કરવામાં આવશે.
આજે ચંદ્રની આ મંત્રોથી કરો પૂજા, દૂર થશે આર્થિક-માનસિક દુઃખ