For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી આજે ગોરખપુર પ્રવાસે, એઈમ્સ સહિત 3 મેગા પ્રોજેક્ટ્સનુ કરશે ઉદઘાટન, 9600 કરોડની આપશે ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે(7 ડિસેમ્બર) ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાનો પ્રવાસ કરશે.

|
Google Oneindia Gujarati News

ગોરખપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે(7 ડિસેમ્બર) ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાનો પ્રવાસ કરશે. પીએમ મોદી અહીં લોકોને એક અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા(એઈમ્સ) અને એક ખાતર પ્લાન્ટ સહિત ઘણી પરિયોજનાઓને સમર્પિત કરશે. પીએમ નરેન્દ્ર મોદી ગોરખપુરના પ્રવાસ દરમિયાન 9600 કરોડ રૂપિયાથી વધુની રાષ્ટ્રીય વિકાસ પરિયોજનાઓને સમર્પિત કરશે. આ માહિતી પીએમઓ દ્વારા એક અધિકૃત જાહેરાતમાં આપવામાં આવી છે. ગોરખપુરમાં એઈમ્સથી માત્ર ઉત્તર પ્રદેશના પૂર્વાંચલના જિલ્લાઓ જ નહિ પરંતુ પડોશી બિહાર અને નેપાળને પણ ફાયદો થશે.

Narendra Modi

જાણો એઈમ્સ ગોરખપુર વિશે

પીએમઓના જણાવ્યા મુજબ એઈમ્સને 1000 કરોડ રૂપિયાથી વધુની કિંમતે બનાવવામાં આવી છે. પરિસરની આધારશિલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 22 જુલાઈ, 2016ના રોજ રાખવામાં આવી હતી. આની સ્થાપના પ્રધાનમંત્રી આરોગ્ય સુરક્ષા યોજના હેઠળ કરવામાં આવી છે જેના માધ્યમથી દેશમાં સ્થાનિક અસંતુલનને ઠીક કરવામાં આવી રહ્યુ છે.

એઈમ્સ ગોરખપુર 750 બેડવાળી હોસ્પિટલ હશે. તેમાં મેડિકલ કૉલેજ, નર્સિંગ કૉલેજ, આયુષ ભવન, બધા કર્મચારીઓ માટે આવાસીય આવાસ, યુજી અને પીજીના છાત્રો માટે છાત્રાવાસ આવાસ વગેરે પણ બનાવવામાં આવ્યા છે. એઈમ્સ ગોરખપુરમાં બધી સુવિધાઓનુ ધ્યાન રાખવામાં આવ્યુ છે. છેલ્લા સાત વર્ષોમાં દેશના અલગ-અલગ ભાગોમાં 15 એઈમ્સની સ્થાપનાની ઘોષણા પીએમ મોદીએ કરી છે.

ફરીથી શરુ કરવામાં આવી રહ્યો છે ખાતર પ્લાન્ટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગોરખપુરમાં ફરીથી હિંદુસ્તાન ખાતર અને રસાયણ લિમિટેડ(HURL) પ્લાન્ટને રાષ્ટ્રને સમર્પિત કરશે. જેના આધારશિલા પીએમ મોદીએ 22 જુલાઈ, 2016ના રોજ રાખી હતી. 30થી વધુ વર્ષોથી આ પ્લાન્ટ બંધ પડેલો હતો. તેને લગભગ 8600 કરોડ રૂપિયાની કિંમતે ફરીથી બનાવવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ખાતર પ્લાન્ટના પુનરુદ્ધાર પાછળ યુરિયાના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા મેળવવા માટે પ્રધાનમંત્રીનુ વિઝન છે.

RMRCની નવી બિલ્ડિંગનુ પણ પીએમ મોદી કરશે ઉદઘાટન

પીએમ નરેન્દ્ર મોદી આજે ગોરખપુરમાં આઈસીએમઆર-સ્થાનિક ચિકિત્સા અનુસંધાન કેન્દ્ર(આરએમઆરસી)ની નવી બિલ્ડિંગનુ પણ ઉદઘાટન કરશે. વિસ્તારમાં જાપાની ઈંસેફેલાઈટિસ/એક્યુટ ઈંસેફેલાઈટિસ સિંડ્રોમનો સામનો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યુ છે.

English summary
PM Narendra Modi to Visit Gorakhpur today inaugurate 3 mega projects including AIIMS, give gifts of Rs 9600 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X