For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jagannath Rath Yatra 2022: આજથી શરુ થઈ પુરીમાં જગન્નાથ રથયાત્રા, પીએમ મોદીએ પાઠવી શુભકામના

ભગવાન જગન્નાથની પ્રસિદ્ધ રથયાત્રા આજથી 01મી જુલાઈથી ઓરિસ્સાના પુરીમાં શરૂ થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભગવાન જગન્નાથની પ્રસિદ્ધ રથયાત્રા આજથી 01મી જુલાઈથી ઓરિસ્સાના પુરીમાં શરૂ થઈ રહી છે. રથયાત્રા માટેની 'પહંડી' વિધિ શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે જગન્નાથ રથયાત્રા 01 જુલાઈથી શરૂ થશે અને 12 જુલાઈ સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને જગન્નાથ રથયાત્રાની શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદીએ લખ્યું, 'રથયાત્રાના ખાસ દિવસ પર શુભકામના. આપણે ભગવાન જગન્નાથને તેમના નિરંતર આશીર્વાદ માટે પ્રાર્થના કરીએ છીએ. આપણને સહુને સારુ આરોગ્ય અને ખુશીઓ મળે.

pm modi

કોરોના મહામારી બાદ બે વર્ષના લાંબા અંતરાલ બાદ આજથી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ રથયાત્રામાં ભક્તોને ભાગ લેવાની છૂટ આપવામાં આવી છે. 12મી જુલાઈ સુધી ચાલનારી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે ત્રણ ભવ્ય રથમાં સવાર થાય છે. જેમાં પહેલો રથ ભગવાન જગન્નાથનો, બીજો ભાઈ બલરામ અને ત્રીજો બહેન સુભદ્રાનો છે. ભગવાન જગન્નાથ દર વર્ષે 3 કિમી લાંબી મુસાફરી કરીને તેમની માસી ગુંડીચાના ઘરે એટલે કે ગુંડીચા મંદિરની મુલાકાત લે છે. અહીં તેઓ 7 દિવસ આરામ કરે છે અને પછી ફરી જગન્નાથ મંદિર પરત ફરે છે. આ રથોને જાડા દોરડા વડે ખેંચવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ભવ્ય યાત્રાની તૈયારીઓ ઘણા મહિનાઓ પહેલાથી શરૂ થઈ જાય છે. દર વર્ષે રથ માટે લાકડા એકત્ર કરવાનું કામ ખાસ મુહૂર્તમાં શરૂ થાય છે. ત્યારબાદ મંદિરના સુથાર રથનુ નિર્માણ કરે છે. એવુ કહેવાય છે કે આ રથમાં ન તો ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે ન તો ખીલીનો. રથના રંગ પ્રમાણે લાકડાની પસંદગી કરવામાં આવે છે. જેમ કે ભગવાન જગન્નાથ માટે ઘેરા રંગના લીમડાના લાકડા અને તેમના ભાઈ-બહેન માટે આછા રંગના લીમડાનુ લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે.

English summary
PM Narendra Modi tweets Greetings on the special day of Jagannath Rath Yatra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X