For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં આજે પીએમ મોદી અને ઠાકરે સામસામે હશે

મહારાષ્ટ્રમાં આજે જ્યાં પીએમ મોદી એક તરફ ભારતીય જનતા પાર્ટી માંગતે ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે તો બીજી બાજુ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દુષ્કાળ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં આજે જ્યાં પીએમ મોદી એક તરફ ભારતીય જનતા પાર્ટી માંગતે ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે તો બીજી બાજુ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દુષ્કાળ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે. બંને નેતાઓ આજે જનસભા સંબોધિત કરશે. પીએમ મોદી આજે સોલાપુરમાં ઘણું પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. સોલાપુરથી 190 કિલોમીટર દૂર બીડમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુલાકાત લેશે. તેની સાથે સાથે તેઓ ઔરંગાબાદ, મરાઠવાડા વિસ્તારોમાં જશે. જ્યાં માનવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપ સરકાર પર ખેડૂતોના મુદ્દાને લઈને પ્રહાર કરી શકે છે.

આ પણ વાંચો: 2018 માં 1 કરોડ નોકરીઓ ખતમ થઇ, કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ખેડૂતો સાથે મુલાકાત કરશે

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ખેડૂતો સાથે મુલાકાત કરશે

શિવસેનાના એક નેતા અનુસાર ઉદ્ધવ ઠાકરે અહીં ખેડૂતો સાથે વાતચીત કરશે અને તેમના પશુઓ માટે ચારો પહોંચાડશે. મરાઠાવાડાથી શિવસેના નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે અહીં બીડ 30 ટન ચારો વહેંચશે જયારે જાલનામાં 10 ટન ચારો વહેંચવામાં આવશે. શિવસેના સચિવ અને રાજ્યસભા સાંસદ અનિલ દેસાઈએ જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરે મરાઠાવાડ જશે. અહીં તેઓ ખેડૂતો સાથે મુલાકાત કરશે અને તેમની મદદ માટે યોગ્ય પગલાં ભરવા અંગે પણ વાતચીત કરશે.

અમિત શાહના નિવેદન પણ ઠાકરે પર નજર

અમિત શાહના નિવેદન પણ ઠાકરે પર નજર

આપને જણાવી દઈએ કે જે રીતે ભાજપા અધ્યક્ષ અમિત શાહે શિવસેના વિરુદ્ધ પહેલીવાર ખુલીને પ્રહાર કર્યો છે. ત્યારપછી ઉદ્ધવ ઠાકરે પહેલીવાર કોઈ રેલી સંબોધન કરવા જઈ રહ્યા છે. અમિત શાહે કહ્યું હતું કે જો પ્રદેશમાં ગઠબંધન નહીં થાય તો તેઓ તેમને ખરાબ રીતે હરાવશે. ત્યારપછી શિવસેના નેતાઓએ અમિત શાહ પર જવાબી પ્રહાર પણ કર્યા હતા. એવી હાલતમાં હવે દરેકની નજર ઉદ્ધવ ઠાકરે પર મંડાયેલી છે.

ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન

ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન

બીજી બાજુ પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 30,000 લોકોને ઘર આપવાની આધારશિલા રાખશે. તેની સાથે સાથે સોલાપુર-તુજીયાપુર-ઓસ્માનાબાદ ફોરલેન હાઇવે શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ પૂરો થવા પર સોલાપુર અને મરાઠવાડા વિસ્તારો વચ્ચે સારી કનેક્ટિવિટી થઇ જશે. તેની સાથે પીએમ બીજી પણ કેટલીક ક્ષેત્રીય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ સોલાપુરમાં રેલી પણ સંબોધિત કરશે.

English summary
PM Narendra Modi and Uddhav thackeray to take on each other in Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X