For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની 65ની જંગના ફાઇટર જેટ સાથે તસવીરો

|
Google Oneindia Gujarati News

ગુરૂવારે પીએમ મોદીએ પોતાનો જન્મદિવસ મનાવ્યો અને તેને રાજપથ જઈને વધુ યાદગાર પણ બનાવ્યો. રાજપથ પર મંગળવારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1965ના યુદ્ધને 50 વર્ષ પૂરા થવા પર એક ખાસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

"શોર્યાજલિ"નામે ચાલી રહેલું આ પ્રદર્શન પાંચ દિવસ સુધી ચાલશે. આ પ્રદર્શનમાં 65ની જંગના દ્રશ્યોને બતાવવામાં આવ્યા છે. પ્રદર્શનમાં પાકિસ્તાનની ટેન્ક્સ સિવાય એ સમયે જંગનો હિસ્સો રહેલા ફાઇટર જેટ્સ પણ પ્રદર્શનીમાં મૂકવામાં આવ્યા છે.

આગળની સ્લાઇડ્સમાં જોઈએ પીએમ મોદીએ કેવી રીતે ટેન્ક અને ફાઇટર જેટ્સ સાથે તસવીરો લેવડાવી હતી.

શસ્રોથી થયા રૂબરૂં

શસ્રોથી થયા રૂબરૂં

પીએમ મોદીએ તે સમયે ઉપયોગમાં લેવામાં આવેલા હથિયારોને નજીકથી જોયા હતા.

તસવીર પણ લેવડાવી

તસવીર પણ લેવડાવી

પીએમ મોદીએ આ અવસર પર 65ની જંગનો યુનિફોર્મ પહેરેલા સૈનિકો સાથે તસવીર લેવડાવી હતી.

પરમવીર ચક્ર વિજેતા અબ્દુલ હમીદની જીપ

પરમવીર ચક્ર વિજેતા અબ્દુલ હમીદની જીપ

પીએમ મોદીએ આ દરમ્યાન એ જીપ સાથે પણ તસવીર લેવડાવી કે જે જીપ આ યુદ્ધમાં શહીદ થયેલા પરમવીર ચક્ર વિજેતા અબ્દુલ હમીદ ચલાવી રહ્યાં હતા.

ફાઇટર જેટની સાથે પીએમ નરેન્દ્ર મોદી

ફાઇટર જેટની સાથે પીએમ નરેન્દ્ર મોદી

પીએમ મોદીએ 65ની જંગમાં ઉપયોગમાં લેવામાં આવેલા ફાઇટર જેટ સાથે પણ તસવીર લેવડાવી હતી.

સોલ્જરના કટઆઉટ સાથે પીએમ મોદી

સોલ્જરના કટઆઉટ સાથે પીએમ મોદી

નાના બાળકની જેમ પીએમ મોદીએ પ્રદર્શનીમાં રાખવામાં આવેલા સોલ્જર કટઆઉટમાં એક ફોટો લેવડાવી હતી. તેમની સાથે કેન્દ્રીય પ્રધાન વૈકેંયા નાયડુ પણ હતા.

પાક ટેન્ક એમ4ની સાથે પીએમ મોદી

પાક ટેન્ક એમ4ની સાથે પીએમ મોદી

પીએમ મોદીએ પ્રદર્શનીમાં પાક ટેન્ક એમ4 સાથે પણ તસવીર ખેંચાવી હતી. આ ટેન્ક પર 1965ના યુદ્ધ દરમ્યાન ભારતીય સેનાએ કબ્જો કર્યો હતો.

દરેક પહેલું પર લીધી જાણકારી

દરેક પહેલું પર લીધી જાણકારી

પીએમ મોદીએ અહીં હાજર આર્મી ઓફીસર્સ પાસેથી પ્રદર્શનીની દરેક વાત માટે જાણકારી મેળવી હતી.

શહીદ હમીદના પત્નીને પણ પીએમ મોદી મળ્યાં હતા

શહીદ હમીદના પત્નીને પણ પીએમ મોદી મળ્યાં હતા

પાએમ મોદી આ દરમ્યાન શહીદ હમીદના વિધવા પત્ની રસૂલન બીબીને પણ મળ્યા હતા. આ દરમ્યાન આર્મી ચીફ જનરલ દલબીર સિંહ સુહાગની પત્ની પણ હાજર હતા.

English summary
PM Narendra Modi visits 1965 war exhibition on his birthday. PM Modi also met the family of martyrs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X