For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાઇમના રીડર્સ પોલમાં મોદીની જીત, પણ 'પર્સન ઓફ ધ યર'માં હાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ડિસેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટાઇમ્સ મેગેઝીનના રીડર્સ પોલમાં ભારે મતોથી જીત નોંધાવી છે. તેમને ઓનલાઇન વોટિંગમાં સૌથી વધારે લોકોએ વોટ આપ્યા છે, પરંતુ ટાઇમ મેગેઝીને વાર્ષિક 'પર્સન ઓફ ધ યર'ના ખિતાબની રેસમાંથી નરેન્દ્ર મોદી બહાર થઇ ગયા છે. જેના પગલે મોદીના ચાહકો હતાશ થયા છે.

modi
ટાઇમ મેગેઝીન માટે થયેલા રીડર્સ પોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધારે વોટ મળ્યા, પરંતુ તેઓ ખિતાબ માટે ચૂંટાયેલા આઠ છેલ્લા દાવેદારોની સૂચિમાં સ્થાન મેળવી શક્યા નહીં. આપને જણાવી દઇએ કે ટાઇમ સંપાદકોએ 50 વૈશ્વિક નેતાઓ અને સીઇઓની પોતાની સૂચિમાં લોકોની સંખ્યા ઘટાડીને આઠ કરી દીધી છે, જેમના નામ સોમવારે જાહેર કરવામાં આવ્યા.

મોદી આ સૂચિમાં સ્થાન બનાવી શક્યા નહીં. આ સૂચિમાં અલીબાબા સમૂહના પ્રમુખ જૈક મા, ઇબોલાની વિરુદ્ધ દેખરેખ રાખનારા, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, એપ્પલના સીઇઓ ટીમ કુક, ફગ્યુર્સનના પ્રદર્શનકારી, ગાયિકા ટેલર સ્વિફ્ટ, નેશનલ ફુટબોલ લીગના કમિશ્નર રોજર સ્ટોક ગુડેલ અને કુર્દ નેતા મસૂદ બરજાનીનો સમાવેશ થાય છે.

હવે ટાઇમના સંપાદક આમાંથી જ એકને પર્સન ઓફ ધ યર તરીકે ચૂંટશે. જેની જાહેરાત 10 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ત્યાં જ ભારત માટે ખુશીની વાત એ પણ છે કે ટાઇમ દ્વારા કરવામાં આવેલ એક ઓનલાઇન રીડર્સ વોટિંગમાં સૌથી વધારે વોટ જીતીને મોદી નંબર-1 બન્યા.

English summary
Prime Minister Narendra Modi on Monday won TIME magazine's online readers' poll, but lost the title of 'Person of the Year'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X