પીએમ મોદીએ માંગ્યુ જનતા કર્ફ્યુ માટે સમર્થન, જનતા માટે, જનતા દ્વારા લગાવાયેલુ કર્ફ્યુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના પ્રકોપ સામે લડવા માટે જનતાનુ સમર્થન અને સહયોગ માંગ્યો છે. આના માટે તેમણે દેશની 130 કરોડ જનતા પાસે 22 માર્ચે એટલે કે રવિવારે સવારે 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી જનતા કર્ફ્યુનુ આહવાન કર્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કહ્યુ છે કે, હું આજે પ્રત્યેક દેશવાસી પાસે વધુ એક સમર્થન માંગી રહ્યો છુ. એ છે જનતા કર્ફ્યુ. જનતા કર્ફ્યુ એટલે જનતા માટે, જનતા દ્વારા લગાવાયેલ ખુદ પરનો કર્ફ્યુ. તેમણે દેશના લોકોને અપીલ કરી છે કે આ રવિવારે કોઈ ઘરોમાંથી બહાર ન નીકળો, બધા પોતાના ઘરોમાં જ રહો.
પીએમ મોદીએ લોકોન કહ્યુ છે કે જનતા કર્ફ્યુ દરમિયાન કોઈ પણ નાગરિક ઘરમાંથી બહાર ન નીકળે. ન રસ્તા પર જાય, ન સોસાયટીમાં ભેગા થાય,પોતાના ઘરોમાં જ રહે પરંતુ જરૂરી સેવાઓ સાથે જોડાયેલ લોકોને તો પોતાની ફરજ નિભાવવા માટે જવુ જ પડશે. પરંતુ એક નાગરિકના નાતે અમને જોવા માટે પણ ન નીકળો. પીએમે કહ્યુ કે 22 માર્ચે આપણેો આ આત્મસંયમ દેશહિતમાં આપણા સંકલ્પનુ એક પ્રતીક હશે.
પીએમ મોદી મુજબ 22 માર્ચે જનતા કર્ફ્યુની સફળતા, આનો અનુભવ આપણને આવનારા પડકારો માટે પણ તૈયાર કરશે. આ દરમિયાન પીએમે બધા રાજ્ય સરકારોને અપીલ કરી છે કે તે આ જનતા કર્ફ્યુનુ પાલન કરાવવાનુ નેતૃત્વ કરે.
આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રને નામ સંબોધનની મોટી વાતો