પીએમ મોદી રાજકીય રેલીઓમાં પણ કરે છે ટેલીપ્રોમ્પ્ટરનો ઉપયોગ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારમાં વિશાળ રેલીને સંબોધિત કરી. આ રેલી બાદ પીએમ મોદીની એક એવી તસવીર સામે આવી જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરમાં દેખાઈ રહ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટેલીપ્રોમ્પ્ટરની મદદથી રેલી સંબોધિત કરી રહ્યા છે. વાસ્તવમાં રવિવારે બિહાર સરકારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ ફોટો ટ્વીટ કર્યો જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે પીએમ મોદી રાજકીય રેલીઓમાં ટેલીપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે.
આ ફોટો વાયરલ થયા બાદ ભાજપે સ્પષ્ટતા આપતા કહ્યુ કે આ કોઈ વાદ વિવાદનો વિષય નથી. આંકડાઓને સાચા વાંચવામાં કોઈ ભૂલ ન થાય એટલા માટે પીએમ મોદીની રેલીઓમાં ટેલીપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તેમના ભાષણ લખેલા નથી હોતા. સરકારી યોજનાઓમાં આંકડાઓની જાણકારી ટેલીપ્રોમ્પ્ટર દ્વારા લે છે જેથી આંકડાઓમાં કોઈ ભૂલ ન થાય.
गांधी मैदान, पटना में "संकल्प रैली" को संबोधित करते हुए माननीय प्रधानमंत्री श्री @narendramodi जी। pic.twitter.com/ykRRuOMxgr
— Mangal Pandey (@mangalpandeybjp) 3 March 2019
પીએમ મોદી દ્વારા ટેલીપ્રોમ્પ્ટરના ઉપયોગ પર રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે કટાક્ષ કર્યો અને લખ્યુ કે પોતાની યોજનાઓ માટે કોઈ પણ જૂઠ બોલી શકે છે, જુમલા ફેંકી શકે છે. બિહારમાં હારની સંભાવનાએ પીએમ મોદીને એટલા હલાવી દીધા છે કે તેમને હવે હિંદીમાં પણ ભાષણ આપવા માટે ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ સેક્સ બદલીને બૉબી ડાર્લિંગ બનેલી એક્ટ્રેસે માંગ્યા છૂટાછેડા, પતિએ લગ્ન પર ઉઠાવ્યા સવાલ