For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકી હુમલાના એક દિવસ બાદ PM, સોનિયા પહોંચ્યા કાશ્મીર

|
Google Oneindia Gujarati News

manmohan singh
શ્રીનગર, 25 જૂન : શ્રીનગરમાં આતંકી હુમલો થવા છતાં પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને સોનિયા ગાંધી આજે બે દિવસના જમ્મૂ-કાશ્મીર પ્રવાસ માટે કાશ્મીર આવી પહોંચ્યા છે. જોકે સોમવારે શ્રીનગરમાં સેનાના કાફલા પર થયેલા હુમલામાં આઠ જવાનો શહિદ થયા હતા.

આ પહેલા કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરતા પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું કે આવા કાયરતાપૂર્ણ કાર્ય રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવામાં સુરક્ષા દળોના પ્રયાસોને ડગાવી શકશે નહીં.

પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી સોમવારે જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર પ્રધાનમંત્રીએ કાશ્મીરમાં હુમલાની નિંદા કરી છે. સિંહે કહ્યું કે આ કાયરતાપૂર્ણ હુમલો કાશ્મીર ઘાટીમાં સુરક્ષા અને વ્યવસ્થા કાયમ કરવામાં લાગેલા સુરક્ષા દળોને ડગાવી શકશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીનગરના બાહરી ભાગમાં હૈદરપૂરામાં સેનાના કાફલા પર આતંકી હુમલામાં સેનાએ આઠ જવાન શહીદ થયા અને 19 અન્ય ઘાયલ થઇ ગયા. પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી આજથી જમ્મુ-કાશ્મીરમાં બે દિવસના પ્રવાસ પર છે.

English summary
As Prime Minister Manmohan Singh and Congress president Sonia Gandhi begin their two-day visit to the state Tuesday, official restrictions and a shutdown call from separatists marred normal life in Srinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X