For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનું નવું અભિયાન, વીજળી બચાવો-દેશ બનાવો...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 જાન્યુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીજળી બચાવવા માટે એક અનોખા અભિયાનની શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરો અને માર્ગો પર એલઇડી બલ્બ લગાવવા માટે એક રાષ્ટ્રીય યોજનાની શરૂઆત કરી છે.

વડાપ્રધાને આ યોજનાની શરૂઆત સાઉથ બ્લોકમાં એક બલ્બના સ્થાને એલઇડી બલ્બ લગાવીને કરી. સાઉથ બ્લોકમાં સામાન્ય બલ્બોના સ્થાને એલઇડી બલ્બ લગાવવાથી દર મહીને 7000 યૂનિટ વીજળીની બચત થઇ શકશે.

નવા વર્ષમાં ભેંટ તરીકે ડાયરી કે કેલેંડર નહીં એલઇડી બલ્બ આપો
આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું કે એલઇડી બલ્બ દ્વારા વીજળી બચાવવાના કામને જન-અભિયાન બનાવવાની જરૂરીયાત છે. તેમણે જણાવ્યું કે વીજળી પેદા કરવા કરતા વીજળી બચાવવી ઘણી સરળ અને સસ્તી છે. જોકે તેમણે એ વાત પર ભાર મૂક્યો કે વીજળી પેદા કરવા કરતા વીજળી બચાવવું ઘણું મુશ્કેલ છે, કારણ કે જ્યાં એક ઉપ્તાદન એકમ ભારેમાત્રામાં વીજળી પેદા કરે છે, જ્યારે વીજળી બચાવવા માટે કરોડો લોકોની સક્રિય ભાગીદારી હોવી જરૂરી છે.

modi
વડાપ્રધાને જણાવ્યું કે આ કાર્યક્રમોની શરૂઆત બલ્બ નિર્માતાઓ માટે એક પડકાર છે કે તેઓ ગુણવત્તા સાથે સમજૂતી કર્યા વગર સારી એલઇડી બલ્બનું ઉત્પાદન કરે. વડાપ્રધાને જણાવ્યું કે લોકોને નવા વર્ષ પર ઉપહારમાં ડાયરી અને કેલેંડરના સ્થાને એલઇડી બલ્બ આપવાની શરૂઆત કરવી જોઇએ. જ્યારે પ્રાઇવેટ કંપનીઓ કર્મચારીઓને બોનસ આપવાને બદલે એલઇડી પણ બલ્બ પણ આપી શકે છે.

એક વર્ષની અંદર 100 શહેર બનશે એલઇડીયુક્ત
આપને જણાવી દઇએ કે સરકારે માર્ચ 2015થી એલઇડી બલબ્લને સિલસિલાબદ્ધ વહેંચવાની યોજના બનાવી છે. આના માટે માર્ચ 2016 સુધી 100 શહેરોમાં ઘરો અને માર્ગો પર એલઇડી બલ્બ લગાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

દિલ્હીમાં ઘરેલુ ઉપભોક્તાઓને એલઇડી બલ્બ 10 રૂપિયાના શરૂઆતી કિંમત પર આપવામાં આવશે. સાથે જ 12 મહીના સુધી પ્રતિ બલ્બ 10 રૂપિયા તેમના વીજળીના બિલમાં વસૂલવામાં આવશે. આ પ્રકારે એલઇડી બલ્બ, બજાર કિંમત 350થી 600 રૂપિયા પ્રતિ બલ્બની તુલનામાં આ યોજના હેઠળ ઘરેળું ઉપભોક્તાઓને પ્રતિ બલ્બ 130 રૂપિયાની કિંમત પર આપવામાં આવશે. દિલ્હીના ઘરોમાં એક એલઇડી બલ્બ લગાવવાથી લગભગ 162 રૂપિયાની વાર્ષિક બચત થવાનું અનુમાન છે. એલઇડી બલ્બોની ત્રણ વર્ષની વોરંટી રહેશે.

English summary
PM starts new mission to save energy by using led bulb, pm modi appeals to people to gift led bulb as new year gift.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X