બીજા કાર્યકાળની પહેલી વર્ષગાંઠ નિમિત્તે પીએમ મોદીએ દેશના નામ લખ્યો પત્ર
જાનલેવા મહામારી કોરોના વાયરસના કારણે દેશમાં લાગુ લૉકડાઉન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનો આજે એટલે કે શનિવારે પહેલુ વર્ષ પૂરુ થઈ રહ્યુ છે. આ પ્રસંગે પીએમ મોદીએ દેશની જનતાના નામે એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે છેલ્લા 1 વર્ષમાં સરકારની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો છે અને એમ પણ કહ્યુ છે કે એક વર્ષમાં સરકાર તરફથી જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે સપનાઓની ઉડાન છે.
પીએમ મોદીએ પત્રમાં લખ્યુ કે જો આજે સ્થિતિ સામાન્ય હોત તો મને દેશવાસીઓ વચ્ચે આવીને તેમના દર્શનનુ સૌભાગ્ય મળત પરંતુ કોરોના વાયરસના કારણે જે પરિસ્થિતિઓ બની છે તેમાં એક પત્ર દ્વારા આશીર્વાદ લેવા આવ્યો છે. પીએમ મોદીએ પત્રમાં લખ્યુ કે આજથી એક વર્ષ પહેલા ભારતીય લોકતંત્રમાં એક સ્વર્ણિમ અધ્યાય જોડાયો. દશકો બાદ દેશમાં કોઈ સરકારને બીજી વાર પૂર્ણ બહુમત મળ્યો. તેમણે લખ્યુ કે આ અધ્યાયને રચવામાં તમારી મોટી ભૂમિકા રહી છે. આજનો દિવસ મારા માટે અવસર છે તમને બધાને નમન કરવાનો, ભારત અને ભારતીય લોકતંત્ર પ્રત્યે પોતાની નિષ્ઠાને પ્રણામ કરવાનો.
પીએમ મોદીએ લખ્યુ, 'ગયા વર્ષોમાં તમારા સ્નેહ, શુભાષિશ અને તમારા સક્રિય સહયોગે મને નિરંતર એક નવી ઉર્જા, નવી પ્રેરણા આપી છે. આ દરમિયાન તમે લોકતંત્રની જે સામૂહિક શક્તિના દર્શન કરાવ્યા, તે આજે આખા વિશ્વ માટે એક ઉદાહરણ બની ચૂક્યા છે. વર્ષ 2014માં તમે, દેશની જનતાએ, દેશમાં એક મોટા પરિવર્તન માટે વોટ આપ્યો હતો. દેશની નીતિ અને રીતિ બદલવા માટે વોટ આપ્યો હતો. એ પાંચ વર્ષોમાં દેશે વ્યવસ્થાઓને જડતા અને ભ્રષ્ટાચારના દલદલમાંથી બહાર નીકળતા જોયો છે. એ પાંચ વર્ષોમાં દેશે અંત્યોદયની ભાવના સાથે ગરીબોના જીવન સરળ બનાવવા માટે ગવર્નન્સને પરિવર્તિત થતા જોઈ છે. એ કાર્યકાળમાં વિશ્વમાં ભારતની આન-બાન-શાન વધી, અમે ગરીબોના બેંક ખાતા ખોલીને, તેમને મફત ગેસ કનેક્શન આપીને, મફત વિજળી કનેક્શન આપીને, શૌચાલય બનાવીને, ઘર બનાવીને, ગરીબની ગરિમા પણ વધારી.'
પત્રમાં પીએમ મોદીએ લખ્યુ, 'છેલ્લા એક વર્ષમાં અમુક ખાસ નિર્ણય વધુ ચર્ચામાં રહ્યા અને આ કારણે એ ઉપલબ્ધિઓનુ સ્મૃતિમાં રહેવુ પણ બહુ સ્વાભાવિક છે.' અનુચ્છેદ 370, રામ મંદિર નિર્માણ, ત્રણ તલાક હોય કે પછી નાગરિકતા સુધારા કાયદો, આ બધી ઉપલબ્ધિઓ બધાને યાદ છે. એક પછી એક થયેલા આ ઐતિહાસિક નિર્ણયો વચ્ચે અનેક નિર્ણયો અને બદલવા પણ એવા છે જેમણે ભારતની વિકાસ યાત્રાને નવી ગતિ અને નવા લક્ષ્ય આપ્ય છે. લોકોની અપેક્ષાઓને પણ પૂરી કરી છે. દેશના ઈતિહાસમાં આ પહેલી વાર થયુ છે જ્યારે ખેડૂત, ખેત મજૂર, નાના દુકાનદારો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિક સાથીઓ, બધાના માટે 60 વર્ષની વય બાદ 3 હજાર રૂપિયાનુ નિયમિત માસિક પેન્શનની સુવિધા સુનિશ્ચિત થઈ છે.
ભારત- ચીન વિવાદ પર ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, બોલ્યા- ગતિરોધને લઈ મોદીનો મૂડ ઠીક નથી