• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાજસ્થાનમાં ઝીકા વાયરસનો કહેર, જયપુરમાં 22 કેસ, PMO એ માંગ્યો રિપોર્ટ

|

ચૂંટણીના ગરમાવા દરિમયાન જયપુરથી આવેલા એક સમાચારે રાજસ્થાનથી લઈને દિલ્હી સુધી બધાને હચમચાવી દીધા છે અને તે સમાચાર છે ઝીકા વાયરસના. રાજસ્થાનના પિંક સિટીમાં 22 લોકોને ઝીકા વાયરસનું ઈન્ફેક્શન થયુ હોવાની પુષ્ટિ થઈ છે. ત્યારબાદ પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) એ આ વિશે સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી વ્યાપર રિપોર્ટ માંગ્યો છે. જયપુરમાં આ વાયરસનું ઈન્ફેક્શન થયેલા લોકોમાં એક વ્યક્તિ બિહારનો રહેવાસી છે અને તે હાલમાં જ સીવાન જિલ્લા સ્થિત પોતાના ઘરે ગયો હતો.

ઝીકાના 22 કેસની પુષ્ટિ થઈ છેઃ સ્વાસ્થ્ય મંત્રાલય

ઝીકાના 22 કેસની પુષ્ટિ થઈ છેઃ સ્વાસ્થ્ય મંત્રાલય

આ વિશે મંત્રાલયે કહ્યુ છે કે કુલ 22 કેસોમાં પુષ્ટિ થઈ છે. જયપુરના નિર્ધારિત વિસ્તારોમાં બધા શંકાસ્પદ કેસો અને આ વિસ્તારના મચ્છરોના નમૂનાઓની તપાસ કરવામાં આવી રહી છે. વાયરલ રિસર્ચ એન્ડ ડિસીઝ ડિટેક્શન લેબોરેટરીઝને અધિક તપાસ કિટ આપવામાં આવી છે. વળી, લોકોને સચેત રહેવા માટે પણ કહેવામાં આવ્યુ છે. ગર્ભવતી મહિલાઓને આનાથી વધુ જોખમ હોય છે માટે આ વિસ્તારની બધી ગર્ભવતી મહિલાઓની દેખરેખ રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ સનાતન સંસ્થાનો આતંકી ચહેરો આવ્યો સામે, સાધકે મૂક્યો હતો બોમ્બ

ગહલોતે સાધ્યુ સીએમ રાજે પર નિશાન

ગહલોતે સાધ્યુ સીએમ રાજે પર નિશાન

આ મુદ્દે રાજકારણ પણ શરૂ થઈ ગયુ છે. રાજ્યના પૂર્વ સીએમ અશોક ગહેલોતે કહ્યુ કે સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે અને હવે ઝીકા વાયરસ પણ રાજસ્થાનમાં પ્રવેશી ગયો છે. આ બધી સ્થિતિઓ રાજ્યને જકડી રહેલ સંવેદનશીલ મુદ્દાઓ પ્રત્યે સરકારનું વલણ જાહેર કરે છે. જો સીએમની ગૌરવ યાત્રા ખતમ થઈ ગઈ હોય તો હવે રાજ્યના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરે.

શું છે ઝીકા વાયરસ

શું છે ઝીકા વાયરસ

ઝીકા વાયરસ એક એવો વાયરસ છે જે એડીસ, એજિપ્ટી અને અન્ય મચ્છરોથી ફેલાય છે. તે ચિકનગુનિયા અને ડેંગ્યુ પણ ફેલાવે છે. તેની સૌથી વધુ ખરાબ અસર નવજાત બાળકો, ગર્ભસ્થ શિશુ, શારીરિક રીતે નબળા લોકોને થાય છે. આ વાયરસના કારણે લોકો શારીરિક રીતે વિકલાંગ થઈ શકે છે.

લક્ષણ

લક્ષણ

આના લક્ષ ધીરે ધીરે શરીરમાં દેખાય છે. આ વાયરસથી પીડિત દર્દીની ત્વચા નિર્જીવ થઈ જાય છે અને તેને રેશિઝ થવા લાગે છે. વળી દર્દીના હાથ, પગ અને આંખોમાં બળતરા થાય છે. તાવની સાથે દર્દીના માથા, સાંધા અને માંસપેશીઓમાં પીડા થાય છે. હાથ અને પગમાં સોજા પણ આવી જાય છે. દર્દીને ખૂબ તાવ આવે છે. આ તાવ 102 ડિગ્રી સુધી પણ હોઈ શકે છે.

જોખમ

જોખમ

આ વાયરસથી માઈક્રોસેફેલીનું જોખમ થઈ શકે છે. આનાથી પ્રભાવિત બાળકોનો જન્મ અવિકસિત અને નાના દિમાગ સાથે થાય છે. આ ઉપરાંત આનાથઈ ગ્યુલેન-બેરેનું પણ જોખમ થાય છે. આ સિંડ્રોમ શરીરની તંત્રિકા પર હુમલો કરી રોગીને લકવાનો શિકાર બનાવે છે. વર્ષોથી વૈજ્ઞાનિકો આને અટકાવવા માટેની કોશિશમાં લાગેલા છે પરંતુ આ વાયરસને રોકવામાં હજુ સુધી સફળતા મળી નથી.

આ પણ વાંચોઃ નાગરિકોને રોવડાવી રહ્યું છે પેટ્રોલ, આજે ફરી વધ્યા ભાવ

English summary
PMO has sought a comprehensive report of Zika virus, after 22 people were tested positive for the infection in Rajasthan's Jaipur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X