For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમઓ લાંચના આરોપી કેન્દ્રીય મંત્રીને બચાવવામાં લાગ્યા છેઃ કોંગ્રેસ

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સિંહ સુરજેવાલાએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ભાજપ અને પીએમઓ પર જબરદસ્ત હુમલો કર્યો.

|
Google Oneindia Gujarati News

સીબીઆઈ અંગે મચેલું ઘમાસાણ શમવાનું નામ નથી લઈ રહ્યુ. જ્યાં એક તરફ સીબીઆઈની અંદર કંકાશ ચાલી રહ્યો છે ત્યાં બીજી તરફ કોંગ્રેસ ભાજપના ઉપર સીબીઆઈનો દૂરુપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવી રહી છે. સોમવારે કોંગ્રેસ પ્રવકતા રણદીપ સિંહ સુરજેવાલાએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ભાજપ અને પીએમઓ પર જબરદસ્ત હુમલો કર્યો. સુરજેવાલાએ કહ્યુ કે આખી અમલદારશાહી, પીએમઓ કાર્યાલય દોષિઓને બચાવવામાં અને નિર્દોષોને ફસાવવામાં લાગ્યા છે. એવામાં દેશની અંદર કાયદાની સુરક્ષા કોણ કરશે?

આ પણ વાંચોઃ વિશેષ રણનીતિ હેઠળ ભાજપ હાઈકમાન્ડે પોતાના ત્રણે સીએમને આપ્યા ફ્રી હેન્ડઆ પણ વાંચોઃ વિશેષ રણનીતિ હેઠળ ભાજપ હાઈકમાન્ડે પોતાના ત્રણે સીએમને આપ્યા ફ્રી હેન્ડ

randeep surjewala

રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે હાલમાં જ અમુક ચોંકાવનારા દસ્તાવેજ જનતા સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યુ છે કે કેવી રીતે ચોરોનું સંરક્ષણ પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા કરવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે મોદી સરકારના એક મંત્રી પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. વળી, તેમની સરકારના બે મંત્રી તેમને બચાવવામાં લાગી ગયા છે. તેમનો આરોપ છે કે મંત્રી પર લાગેલા લાંચના આરોપોની તપાસને કાયદા સચિવ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને કેબિનેટ સચિવ પ્રભાવિત કરી રહ્યા છે. આ દેશમાં આ પ્રકારની સ્થિતિ પેદા થઈ જશે તો દેશ કેવી રીતે ચાલશે?

આ પણ વાંચોઃ યુએસની એક યુનિવર્સિટીમાં ભારતીય છાત્રોનો નોકરોની જેમ ઉપયોગ કરતો ભારતીય પ્રોફેસરઆ પણ વાંચોઃ યુએસની એક યુનિવર્સિટીમાં ભારતીય છાત્રોનો નોકરોની જેમ ઉપયોગ કરતો ભારતીય પ્રોફેસર

સુરજેવાલાએ આ પત્રોનો હવાલો આપતા મોદી સરકાર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા. તેમણે સીબીઆઈ અધિકારી મનોજ કુમાર સિન્હાના તે પત્રનો ઉલ્લેખ કર્યો છે જેમાં તેમણે ઘણા મોટા અધિકારીઓ અને મંત્રીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યુ કે ડાયરેક્ટર સીબીઆઈ મનોજ કુમારે પોતાના રિપોર્ટમાં આરોપ લગાવ્યો છે કે જ્યારે તે વ્યક્તિને પકડવામાં આવ્યા તો તેણે ધોંસ જમાવી કે એનએસએ અજીત ડોભાલ તેમના માણસ છે. તે એ બધા અધિકારીઓને ડિસમિસ કરાવી દેશે.

English summary
PMO involved in saving bribe accused Union minister: Congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X