નીરવ મોદી મામલે મોટી સફળતા, સરકારે વસૂલ્યા 24.33 કરોડ રૂપિયા
નવી દિલ્લીઃ પંજાબ નેશનલ બેંકને હજારો કરો રૂપિયાનો ચૂનો લગાવનાર નીરવ મોદીની સંપત્તિઓને જપ્ત કરવાનો સિલસિલો દુનિયાના અલગ અલગ દેશોમાં ચાલી રહ્યો છે. અમેરિકામાં પણ નીરવ મોદીની સંપત્તિને જપ્ત કરીને તેની વસૂલી કરવામાં આવી રહી છે. કૉર્પોરેટ અફેર્સ મંત્રાલય તરફથી માહિતી આપવામાં આવી છે કે પંજાબ નેશનલ બેંકે પુષ્ટિ કરી છે કે 3.23 મિલિયન યુએસ ડૉલર એટલે કે 24.33 કરોડ રૂપિયાનો પહેલો હપ્તો અમેરિકામાં નીરવ મોદી પાસેથી વસૂલવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે નીરવ મોદી હાલમાં યુકેની જેલમાં બંધ છે. ભારતની એજન્સીઓ તેને ભારત લાવવાની કોશિશોમાં લાગેલી છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા ઈન્ટરપોલે નીરવ મોદી, તેના ભાઈ નેહલ અને બહેન પૂર્વ સામે પહેલેથી જ નોટિસ જારી કરી હતી. ઈન્ટરપોલની નોટિસ બાદ હવે નીરવ મોદીની પત્નીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અમી મોદીને ગયા વર્ષે અમેરિકામાં જોવામાં આવી હતી. અત્યારે તેની લોકેશન વિશે માહિતી નથી. ગયા વર્ષે અમી મોદી પર ઈડીએ પોતાના સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં ન્યૂયોર્કમાં ત્રણ કરોડની કિંમતના બે અપાર્ટમેન્ટમાં બેનિફિશયરી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ નીરવ મોદીની 637 કરોડની એ સંપત્તિઓમાં શામેલ છે જેને ગયા વર્ષે ઓક્ટોબરમાં સીઝ કરવામાં આવી હતી. આમાં લંડન સ્થિત 56.97 કરોડનો એક ફ્લેટ પણ શામેલ છે.
તમને જણાવી દઈએ કે નીરવ મોદી અને તેના સહયોગી મેહુલ ચોક્સી પર પીએનબી સાથે બે અબજ ડૉલરની છેતરપિંડી કરવાનો આરોપ છે. નીરવ મોદી સામે ભારતની વિવિધ એજન્સીઓએ કેસ નોંધ્યો હતો. આ દરમિયાન નીરવ દેશ છોડીને જતો રહ્યો. ગયા વર્ષે માર્ચમાં નીરવ મોદીને બ્રિટનમાં પકડવામાં આવ્યો હતો. તેને બ્રિટનની વાંડ્ઝવર્થ જેલમાં રાખવામાં આવ્યો છે. નીરવ મોદીના સહયોગી મેહુલ ચોક્સી પણ આ કેસમાં શામેલ છે.
Rahu Ketu Transit 2020: રાહુ કેતુ આવતા મહિને ચાલ બદલશે, તમારી રાશિ પર શું અસર થશે જાણો