For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેહુલ ચોક્સીની ધરપકડ માટે CBI એ એન્ટીગુઆ સરકારને પત્ર લખ્યો

પીએનબી ગોટાળામાં સહ આરોપી મેહુલ ચોક્સીને એન્ટીગુઆથી ભારત લાવવા માટેના પ્રયત્નો ચાલુ છે.

|
Google Oneindia Gujarati News

પીએનબી ગોટાળામાં સહ આરોપી મેહુલ ચોક્સીને એન્ટીગુઆથી ભારત લાવવા માટેના પ્રયત્નો ચાલુ છે. સીબીઆઈએ એન્ટીગુઆ સરકારને લખેલા પત્રમાં કહ્યુ છે કે ચોક્સીની ધરપકડ કરવા માટે રેડ કોર્નર નોટિસની જરૂર નથી કારણકે આરોપીનું લોકેશન પહેલેથી જ ખબર છે. વાસ્તવમાં, એન્ટીગુઆ સરકારને કહ્યુ હતુ કે મેહુલ ચોક્સીની ધરપકડ કરવા માટે તેમની પાસે રેડ કોર્નર નોટિસ નથી.

સીબીઆઈ ચોક્સીના પ્રત્યાર્પણની કોશિશોમાં

સીબીઆઈ ચોક્સીના પ્રત્યાર્પણની કોશિશોમાં

સીબીઆઈએ વિદેશ મંત્રાલય દ્વારા મોકલેલા પત્રમાં એન્ટીગુઆ સરકારને કહ્યુ છે કે ચોક્સીનું લોકેશન અને તેની નાગરિકતા વિશે પહેલેથી જ જાણકારી છે. એવામાં ચોક્સીની ધરપકડ કરીને તેને ભારત મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. તમને જણાવી દઈએ કે ચોક્સી એન્ટીગુઆની નાગરિકતા લઈને ત્યાં રહે છે અને સીબીઆઈ તેના પ્રત્યાર્પણની કોશિશોમાં લાગેલી છે.

આ પણ વાંચોઃ તીન મૂર્તિનું સ્વરૂપ બદલવાની કોશિશ ના કરે સરકારઃ મનમોહન સિંહઆ પણ વાંચોઃ તીન મૂર્તિનું સ્વરૂપ બદલવાની કોશિશ ના કરે સરકારઃ મનમોહન સિંહ

વિદેશ મંત્રાલય દ્વારા સીબીઆઈએ મોકલ્યો પત્ર

વિદેશ મંત્રાલય દ્વારા સીબીઆઈએ મોકલ્યો પત્ર

આ પહેલા એન્ટીગુઆના નિવેદનથી ચોક્સીને ભારત લાવવાની કોશિશોને ત્યારે ઝટકો લાગ્યો જ્યારે ત્યાંની સરકારે એમ કહ્યુ હતુ કે મેહુલ ચોક્સીને નાગરિકતા નિયમો અનુસાર આપવામાં આવી છે. આ ઉપરાંત એન્ટીગુઆ સરકાર અને ભારત વચ્ચે કોઈ પ્રત્યાર્પણ સંધિ નથી.

પીએનબી ગોટાળાનો આરોપી છે ચોક્સી

પીએનબી ગોટાળાનો આરોપી છે ચોક્સી

તમને જણાવી દઈએ કે મેહુલ ચોક્સી અને નીરવ મોદી પીએનબી ગોટાળામાં આરોપી છે અને બંને ભારતમાંથી ફરાર થઈ ચૂક્યા છે. હાલમાં જ નિરવ લંડન દેખાયો હોવાની પુષ્ટિ થઈ હતી. વળી, ચોક્સી એન્ટીગુઆમાં છૂપાઈને બેઠો છે. સીબીઆઈ આ બંને આરોપીએને ભારત લાવવાની કોશિશો કરી રહી છે.

આ પણ વાંચોઃલોકતંત્ર જોખમમાં છે, ભાજપ બદઈરાદા સાથે સત્તામાં આવીઃ અમર્ત્ય સેનઆ પણ વાંચોઃલોકતંત્ર જોખમમાં છે, ભાજપ બદઈરાદા સાથે સત્તામાં આવીઃ અમર્ત્ય સેન

English summary
pnb scam: CBI writes a letter to Antigua govt for arresting Mehul Choksi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X