કાશ્મીર પર બિલ પાસ થયા પોલીસે મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાની ધરપકડ કરી
સોમવારે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ કરવામાં આવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબુબા મુફતી તથા નેશનલ કોન્ફ્રેન્સના નેતા ઓમર અબ્દુલ્લાને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા. રવિવારે મોડી રાત્રે આ બંને નેતાઓ નજરકેદ કરવામાં આવ્યા હતા. હાલ મહેબૂબાને ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવ્યા છે. રાજ્યથી અનુચ્છેદ 370ને હટાવવાના પ્રસ્તાવ બાદ કેન્દ્ર સરકારે આ પગલું ઉઠાવ્યું છે.
મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરમાં કેન્દ્ર સરકારના દરેક પગલા પર શરૂઆતથી જ સવાલ ઉઠાવી રહ્યા છે. રાજ્યમાં અતિરિક્ત સુરક્ષા બળને તહેનાત કરવામાં આવ્યા બાત અને સ્પેશિયલ એડવાઈઝરી જાહેર કર્યા બાદ મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લા સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે.
મહેબૂબા મુફ્તીએ સંસદમાં 370નો નિરસ્ત કરવા સંબંધી ઘોષણા કર્યાની અમૂક ક્ષણ બાદ જ બે ટ્વીટ કર્યા. પહેલા ટ્વીટ પર મુફ્તીએ કહ્યું કે આ ભારતીય લોકતંત્રનો સૌથી કાળો દિવસ છે. જમ્મુ અને કાશ્મીરના નેતૃત્વએ 1947માં ભારતની સાથે જવાનો જે ફેસલો લીધો હતો, તે ખોટો સાબિત થઈ ગયો. ભારત સરકાર દ્વારા અનુચ્છેદ 370 હટાવવાનો ફેસલો ગેરકાયદેસર અને અસંવૈધાનિક છે.
જ્યારે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા અનુચ્છેદ 370ને હટાવવો જમ્મુ અને કાશ્મીરના લોકો સાથે દગો છે. જમ્મુ અને કાશ્મીર 1947માં જે ભરોસા સાથે ભારત સાથે જોડાયું હતું તે આજે તૂટી ગયો છે. ભારત સરકારના આ ફેસલાથી ભયાનક દુષ્પરિણામ સામે આવશે.
ઓમર અબ્દુલ્લાએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે આ ફેસલાને લાગૂ કરવા માટે ભારત સરકારે દગો કરી ચોરીછૂપે કાર્યવાહી કરી છે. ભારત સરકારના જમ્મુ અને કાશ્મીરમાં રહેલા શખ્સોએ અમને ખોટું બોલ્યું કે કંઈક પણ મોટું નહિ થશે. આ ફેસલો કાશ્મીર ઘાટીને છાવણીમાં તબદિલ કર્યા બાદ લેવામાં આવ્યો. લોકોના અવાજને દબાવવા માટે રાજ્યમાં લાખો સશસ્ત્ર સૈન્યબળ તહેનાત કરી દેવામાં આવ્યું.
જણાવી દઈએ કે રાજ્યસભામાં સોમવારે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. બલના પક્ષમાં 125 વોટ અને વિપક્ષમાં 61 વોટ પડ્યા છે. જ્યારે એક સબ્ય ગેરહાજર રહ્યો. આ બિલમાં જમ્મુ અને કાશ્મીરથી લદ્દાખને અલગ કરી બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવાનું પ્રાવધાન સામેલ છે.
આર્ટિકલ 370 હટ્યા બાદ શું હવે તમે જમ્મુ અને કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદી શકશો? જાણો