For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બે પાકિસ્તાની નાગરિકોની ઈન્દોરથી ધરપકડ

લાંબા સમયથી લાપતા ચાલી રહેલા બે પાકિસ્તાની નાગરિકોની મેરઠ પોલીસે ઈન્દોરથી ધરપકડ કરી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

લાંબા સમયથી લાપતા ચાલી રહેલા બે પાકિસ્તાની નાગરિકોની મેરઠ પોલીસે ઈન્દોરથી ધરપકડ કરી છે. બંને છેલ્લા કેટલાક વર્ષોથી મેરઠના પલ્લવપુરમમાં રહી રહ્યા હતા. વિઝા નિયમના ઉલ્લંગન અંગે પોલીસે બંને પર વિદેશી અધિનિયમ મામલો નોંધીને તેમની ધરપકડ કરી લીધી છે.

meerut

પોલીસના જણાવ્યા અનુસાર પલ્લવપુરમમાં આનંદ નિકેતન કોલોનીમાં પાકિસ્તાન મૂળના બે નાગરિકો જુંગેશ કુમાર અને સંજીવ કુમાર પતી ગયેલા વિઝા પર છેલ્લા કેટલાક સમયથી રહી રહ્યા હતા. પરંતુ લગભગ બે મહિના પહેલા બંને સ્થાનીય પોલીસ અને એલાઇયું ને સૂચના આપ્યા વિના અચાનક ગાયબ થઇ ગયા.

બંને પાકિસ્તાની નાગરિકો અચાનક ગાયબ થઇ જવાને કારણે એલાઇયું વિભાગમાં હડકંપ મચી ગયો. એલાઇયું ઇન્સ્પેક્ટર પૂનમ પંડિર ઘ્વારા પલ્લવપુરમ ચોકીમાં તેની રિપોર્ટ નોંધાવવામાં આવી. ત્યારપછી પોલીસ તેમની શોધમાં જોડાઈ ગયી. તેના પછી મેરઠ પોલીસ અને ઇન્ટેલિજન્સ પણ જાંચમાં જોડાઈ ગયી. બંને વિદેશી યુવકો બે મહિના સુધી ક્યાં ક્યાં રહ્યા હતા તેના વિશે તપાસ કરવામાં આવી રહી છે. ખુફિયા અને સુરક્ષા એજેન્સીઓ ઘ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

English summary
Police arrested two Pakistani nationals who were residing in Meerut
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X