For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રી કૃષ્ણ અંગે કરી ચર્ચાસ્પદ ટિપ્પણી, બે પોલીસ ફરિયાદ દાખલ

મીડિયાના અહેવાલો અનુસાર, વરિષ્ઠ વકીલ અને નેતા પ્રશાંત ભૂષણ વિરુદ્ધ બે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે શ્રી કૃષ્ણ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

By Shachi
|
Google Oneindia Gujarati News

વરિષ્ઠ વકીલ અને નેતા પ્રશાંત ભૂષણ વિરુદ્ધ બે પોલીસ ફરિયાદો નોંધાઇ છે. રવિવારે તેમણે ટ્વીટર પર એન્ટિ રોમિયો સ્ક્વોડ અને યોગી આદિત્યનાથ પર નિશાન સાધતાં શ્રી કૃષ્ણ નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભવાન શ્રી કૃષ્ણ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ટ્વીટર પર પણ તેમની આ ટિપ્પણીનો ખાસો વિરોધ કરવામાં આવ્યો હતો.

prashant bhushan

અહીં વાંચો - યોગીજી, રોમિયો નહીં, કૃષ્ણ કરતા મહિલાઓની છેડતીઃ પ્રશાંત ભૂષણઅહીં વાંચો - યોગીજી, રોમિયો નહીં, કૃષ્ણ કરતા મહિલાઓની છેડતીઃ પ્રશાંત ભૂષણ

ભાજપના પ્રવક્તા તજિન્દર બગ્ગા દ્વારા દિલ્હીમાં પ્રશાંત ભૂષણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જ્યારે કોંગ્રેસના પ્રવક્તા ઝિશાન હૈદર દ્વારા પર ઉત્તર પ્રદેશ ખાતે તેમની વિરુદ્ધ આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ટ્વીટર પર પણ પ્રશાંત ભૂષણની ટિપ્પણીનો ખૂબ વિરોધ થયો હતો. લોકોનું કહેવું છે કે, તેમણે લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે. પ્રશાંત ભૂષણે ટ્વીટ કરતાં લખ્યું હતું, રોમિયોએ પોતાના જીવનમાં માત્ર એક જ છોકરીને પ્રેમ કર્યો હતો, જ્યારે કૃષ્ણ તો અનેક મહિલાઓની છેડતી કરવા માટે પ્રખ્યાત હતા. શું મુખ્યમંત્રી આદિત્યનાથમાં હિંમત છે કે, તેઓ પોતાના આ દળનું નામ એન્ટિ કૃષ્ણ સ્ક્વોડ રાખે?

જો કે, ટ્વીટર પર ખૂબ આલોચના થયા બાદ, તેમણે પોતાના ટ્વીટ અંગે સ્પષ્ટીકરણ પણ આપ્યું હતું. તેમણે લખ્યું હતું, મારા રોમિયો બ્રિગેડના ટ્વીટનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. મારો તર્ક એ છે કે, રોમિયો બ્રિગેડનું લોજિક જોઇએ તો એ અનુસાર ભગવાન કૃષ્ણ પણ ઇવ ટિઝર જ લાગે.

અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે, આપણે યુવાન કૃષ્ણ અને ગોપીઓની દંતકથા સાંભળીને મોટા થયા છીએ. રોમિયો સ્ક્વોડ આ વસ્તુને પણ ગુનાનું સ્વરૂપ આપે છે. કોઇની લાગણી દુભાવવાનો મારો હેતુ નહોતો.

English summary
Two Police complaint filed against Prashant Bhushan for controversial remark on Lord Krishna.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X