For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારમાં દારૂની ખરીદીના 1,33,339 મામલામાં ફક્ત 141 ને સજા

બિહારમાં દારૂબંધી હોવા છતાં પણ અત્યારસુધીમાં 1 લાખ 33 હજાર જેટલા મામલા સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

બિહારમાં દારૂબંધી હોવા છતાં પણ અત્યારસુધીમાં 1 લાખ 33 હજાર જેટલા મામલા સામે આવ્યા છે. પરંતુ સૌથી વધારે હેરાન કરતી બાબત છે કે તેમાંથી ફક્ત 141 લોકોને જ સજા આપવામાં આવી છે. જેનો સીધો મતલબ છે કે દારૂબંધી પછી અત્યારસુધીમાં દારૂની તસ્કરીને સરકાર રોકી શકી નથી. એટલું જ નહીં પરંતુ તેની ખરીદી કરનારા લોકોને પણ પોલીસ સજા અપાવવામાં અસફળ રહી છે. આપને જણાવી દઈએ કે આ આંકડા દારૂબંધી પછીથી 12 સપ્ટેમ્બર સુધીના છે.

bihar

બિહારમાં દારૂબંધી લાગુ છે પરંતુ અવેધ દારૂની તસ્કરી પણ ખુબ જ વધારે થઇ રહી છે. દારૂ પીવા અને વેચવાના કુલ 1,33,339 મામલા નોંધવામાં આવ્યા છે. કુલ મળીને 1,61,629 લોકોની ધરપકડ પણ કરી પરંતુ તેમાંથી ફક્ત 141 લોકોને જ સજા અપાવવામાં સફળતા મળી શકી છે. આંકડા સામે આવ્યા પછી બિહાર સરકારની કાનૂન વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે જે 141 લોકોને સજા મળી છે, તેમાંથી 52 દારૂ પીનાર અને 89 દારૂ વેચનાર લોકો છે. એટલું જ નહીં પરંતુ નોંધવામાં આવેલા કેસમાં સૌથી વધારે મામલે દારૂ પીવાના છે. બિહારમાં દારૂબંધી નિયમ હેઠળ એપ્રિલ 2016 થી 12 સપ્ટેમ્બર 2018 સુધીમાં 1,33,339 મામલા નોંધવામાં આવ્યા છે. વિપક્ષના નેતા તેજસ્વી યાદવ અને જીતનરામ માંજી ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે દારૂબંધીમાં મામલામાં ગરીબો અને દલિતોને ફસાવવામાં આવી રહ્યા છે અને દારૂબંધી ગરીબ વિરોધી છે.

English summary
police filed 1 lac 33 thousand cases amid liquor ban only 141 gets punishment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X