CDS રાવતના ચોપરનો અંતિમ વીડિયો બનાવનાર વ્યક્તિની પોલીસે પૂછપરછ કરી!
નવી દિલ્હી, 10 ડિસેમ્બર : ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 સંરક્ષણ કર્મચારીઓ નીલગિરિમાં કુન્નૂર નજીક એક ભયાનક હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયા હતા. અકસ્માતના બે દિવસ બાદ પોલીસે ઘટનાના પ્રત્યક્ષદર્શીઓને પૂછપરછ માટે બોલાવ્યા હતા. દુર્ઘટનાની થોડીક સેકન્ડ પહેલા પ્રત્યક્ષદર્શીઓએ હેલિકોપ્ટરને જોયું હતું અને તેને તેમના મોબાઇલ ફોનમાં રેકોર્ડ કર્યું હતું. પ્રત્યક્ષદર્શીઓ શુક્રવારે પૂછપરછ માટે કોઈમ્બતુર શહેર પોલીસ સમક્ષ હાજર થયા હતા.

કુટ્ટીએ વીડિયો બનાવ્યો હતો
એક પ્રત્યક્ષદર્શી નસરે જણાવ્યું હતું કે, હેલિકોપ્ટરે બુધવારે બપોરે 12.24 વાગ્યે કટેરીને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમગ્ર વિસ્તાર ગાઢ ધુમ્મસથી ઢંકાયેલો હતો. અમે તે જગ્યાએ રોકાયા અને 10 મિનિટ સુધી તસવીરો લીધી. તે પછી અમે જોરથી અવાજ સાંભળ્યો. ત્યારબાદ અમે તરત જ કોઈ અકસ્માત થયો છે કે કેમ તે જાણવા તે વિસ્તારમાં પહોંચ્યા.

19 સેકન્ડનો વીડિયો પોલીસને સોંપ્યો
પ્રત્યક્ષદર્શીએ પોલીસને જણાવ્યું કે, ઘાટ રોડ પર થોડા વળાંક પાર કર્યા પછી અમે એક જગ્યાએ પોલીસ અને એમ્બ્યુલન્સને બચાવ કામગીરીમાં રોકાયેલા જોયા. અમે તેમનો સંપર્ક કર્યો અને વીડિયો પોલીસને સોંપ્યો. તે પછી અમને જગ્યા ખાલી કરવાનું કહેવામાં આવતા અમે ત્યાંથી નીકળી ગયા. IAF હેલિકોપ્ટરની અંતિમ ક્ષણો કોઈમ્બતુરના કુટ્ટી નામના વ્યક્તિ દ્વારા 19 સેકન્ડના વીડિયોમાં રેકોર્ડ કરવામાં આવી હતી.

કુટ્ટી પરિવાર સાથે કટેરીની મુલાકાતે આવ્યા હતા
કુટ્ટી નસર સાથે કોઈમ્બતુરના ગાંધીપુરમાં એક પ્રિન્ટીંગ પ્રેસ ચલાવે છે. તે બુધવારે પરિવાર સાથે કુન્નુર નજીક કટેરી આવ્યા હતા. વીડિયોમાં પરિવાર કટેરી પાસે રેલવે ટ્રેક પર ચાલતો જોવા મળે છે. ત્યારે જ તેમને હેલિકોપ્ટરનો જોરદાર ગડગડાટ સંભળાય છે, તેઓ ફોનથી તેનું શૂટિંગ શરૂ કરે છે. હેલિકોપ્ટર પછી ધુમ્મસમાં અદૃશ્ય થઈ જાય છે. થોડીક સેકંડ પછી તેઓ વિસ્ફોટનો અવાજ સાંભળે છે.
Unbelievable!
— Manjinder Singh Sirsa (@mssirsa) December 10, 2021
Punjab Police & some officials are beating youngsters who went into rally of CM @CHARANJITCHANNI & asked for jobs. In reply - they got beaten bcos this is how “Channi Karda Masle Hal”
I hope @priyankagandhi saw this video of how youth is treated by Punjab Govt pic.twitter.com/rBbn99YtGi
આ વીડિયો તેમને રેકોર્ડ કર્યો હતો
આ પછી તેની સાથે રહેલા પરિવારના એક સભ્ય નસરે પૂછ્યું કે, શું તે પડી ગયું છે? શું તે તૂટી ગયું છે? વીડિયો રેકોર્ડ કરનાર કુટ્ટીએ હા માં જવાબ આપ્યો. વીડિયોમાં દેખાતો નસર શુક્રવારે સવારે કોઈમ્બતુર સિટી પોલીસ કમિશનરેટમાં પૂછપરછ માટે આવ્યો હતો. તેણે પુષ્ટિ કરી કે આ વીડિયો અકસ્માત સ્થળથી દૂર રેલવે ટ્રેક પરથી લેવામાં આવ્યો છે.