For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: એસપીનું થયું ટ્રાન્સફર, ઘોડી પર બેસાડીને નાચીને વિદાઈ

રાજસ્થાનના ચુરમા એક આઇપીએસ ઓફિસરનું ટ્રાન્સફર કરવામાં આવ્યું ત્યારે તેને કોઈ મામૂલી વિદાઈ નહીં પરંતુ બેન્ડ બાજા અને ઘોડી સાથે નાચગાન કરીને વિદાઈ કરવામાં આવી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના ચુરમા એક આઇપીએસ ઓફિસરનું ટ્રાન્સફર કરવામાં આવ્યું ત્યારે તેને કોઈ મામૂલી વિદાઈ નહીં પરંતુ બેન્ડ બાજા અને ઘોડી સાથે નાચગાન કરીને વિદાઈ કરવામાં આવી. આ વિદાઈમાં ઓફિસર સાહેબ ઘોડી પર ચઢ્યા હતા જયારે બીજા પોલીસ અધિકારીઓ આગળ નાચી રહ્યા હતા. આ જોઈને એવું લાગી રહ્યું હતું જાણે કોઈ ઓફિસરનું ટ્રાન્સફર નહીં પરંતુ તેની બારાત કાઢવામાં આવી રહી હોય. આઇપીએસ ઓફિસરની વિદાયનો વીડિયો હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે.

જયપુર પૂર્વ ટ્રાન્સફર કરવામાં આવ્યું

જયપુર પૂર્વ ટ્રાન્સફર કરવામાં આવ્યું

રાજસ્થાનમાં એક પોલીસ અધિકારીની વિદાઈ સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. ચૂર જિલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ બરેઠની વિદાઈ ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. બરેઠનું ચૂર થી રાજસ્થાન ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. તેમના ટ્રાન્સફર વિશે સાંભળીને પોલીસકર્મીઓ ઘ્વારા તેમને એક હટકે ફરેવેલ આપવાનું નક્કી કર્યું. તેમને નક્કી કર્યું કે રાહુલ બરેઠની વિદાઈ ખુબ જ અલગ રીતે થશે અને તેના માટે તેમને બરેઠને પણ મનાવી લીધા.

બેન્ડ બાજા સાથે નાચ્યાં પોલીસકર્મીઓ

બેન્ડ બાજા સાથે નાચ્યાં પોલીસકર્મીઓ

ચોકીના પોલીસકર્મીઓ ઘ્વારા રાહુલ બરેઠ માટે બારાત જેવી વિદાયની વ્યવસ્થા કરવામાં આવી. વિદાઇને દિવસે રાહુલ બરેઠના માથા પર ખાસ રાજસ્થાની સાફો બાંધવામાં આવ્યો અને ફૂલોની માળા પણ પહેરાવવામાં આવી. આ વિદાઈમાં ઓફિસર સાહેબ ઘોડી પર ચઢ્યા હતા જયારે બીજા પોલીસ અધિકારીઓ આગળ નાચી રહ્યા હતા. મહિલા અને પુરુષ પોલીસકર્મીઓ ઘ્વારા વિદાઈમાં જોરદાર ડાન્સ પણ કરવામાં આવ્યો.

ઘર સુધી વિદાઈ જશ્ન

ઘર સુધી વિદાઈ જશ્ન

જણાવવામાં આવી રહ્યું છે કે આ વિદાઇનું અધિકારીક રીતે આખું રિપોર્ટિંગ પણ કરવામાં આવ્યું. રાહુલ બરેઠની વિદાઈ પોલીસ લાઇનથી શરુ થઈને તેમના ઘરે પુરી થયી, જ્યાં પોલીસકર્મીઓ ઘ્વારા પાર્ટીની મજા લેવામાં આવી. રાહુલ બરેઠની વિદાઈ ખુબ જ અલગ પ્રકારનીં જણાવવામાં આવી રહી છે.

English summary
Rahul Bareth, Superintendent of Police in Churu district was given a baraat like farewell by police officers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X