ઉદયપુરમાં રેવપાર્ટીમાં રેડ, 16 લલનાઓ સહિત 80 નબીરાઓની ધરપકડ
ઉદયપુર, 7 એપ્રિલ: મોડી રાત સુધી ફૂલ વોલ્યૂમ મ્યૂઝિક, જગમગ લાઇટો, નશામાં ડૂબેલા યુવક-યુવતીઓની ફોઝ અને અર્ધનગ્ન અવસ્થામાં ડાંસ ફ્લોર પર નાચતી હસીનાઓ. હા આટલું એ કહેવા માટે પુરતું છે કે આ વાત રેવ પાર્ટીની થઇ રહી છે. સોમવારની રાત્રે રાજસ્થાનના ઉદયપુરમાં પોલીસે એક હોટલમાં રેડ પાડીને 16 યુવતીઓ અને 80 યુવકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં માદક પદાર્થ જપ્ત કર્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર પોલીસ સૂત્રોએ આપેલી બાતમી આપી કે ઉદયપુરની ઉદય હોટલ એંડ રિસોર્ટમાં રેવ પાર્ટી ચાલી રહી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા બે કોંસ્ટેબલને બોગસ કસ્ટમર બનાવીને મોકલ્યા. મેનેજરે કોંસ્ટેબલને ખુલ્લા હોલમાં મસ્તી માટે છ હજાર રૂપિયા અને અલગ રૂમમાં જવા માટે આઠ હજાર રૂપિયા નક્કી કર્યા.
બધું નક્કી થયા બાદ પોલિસે ઘેરાબંધી કરીને રેડ પાડી દીધી. જેમાં હોટલનો માલિક પંકજ બંસલ ફરાર થઇ ગયો પરંતુ તેની પત્ની નીલિમા પોલીસના હાથે લાગી ગઇ છે. પોલીસને નીલિમાની પાસેથી મોટી માત્રામાં કેશ મળી આવ્યું છે.
રેવપાર્ટીમાં પોલીસે જે યુવતીઓની ધરપકડ કરી છે તે અત્રે વૈશ્યાવૃત્તિ માટે આવી હતી. પોલીસે નીલિમાની સાથે જ યુવતીઓને લાવનાર દલાલોની પણ ધરપકડ કરી છે. ઉપ પોલીસ અધિક્ષક રાનુ શર્માએ જણાવ્યું કે યુવતીઓને ભોપાલ, દિલ્હી, નીમચ, મુંબઇ આગરા, અમદાવાદથી બોલાવવામાં આવી હતી.
રેવ પાર્ટીમાં મોટાભાગના ગ્રાહકો બિઝનેસમેન
ઉપ પોલીસ અધિક્ષક રાનુ શર્માએ જણાવ્યું કે રેવ પાર્ટીમાં જે ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાં મોટા ભાગના બિઝનેસમેન છે. જેમાં કાપડ ઉદ્યોગ અને માર્બલના વ્યવસાયી સાથે સંકળાયેલા વ્યાપારીઓ છે.
પોલીસે જણાવ્યું કે આ બિઝનેસમેન અમદાવાદ, સુર, કિશનગઢ, ડૂંગરપુર અને વલસાડના રહેનારા છે. પોલીસે મોટા ભાગના ગ્રાહકોને યુવતીઓની સાથે અશ્લીલ અવસ્થામાં ધરપકડ કરી હતી. અત્રે નોંધનીય છે કે આ પાર્ટીમાંથી અમદાવાદના 16 મળીને ગુજરાતના કુલ 60 નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે.
સત્યનારાયણની કથામાં જવાનું કહીને પહોંચ્યા રેવ પાર્ટીમાં
આખી ઘટનામાં જે ચોંકાવનીર વાત છે તે એ છે કે રેવ પાર્ટીમાં જે લોકો પણ પકડાયા હતા તેઓ ઘરે એવું કહીને નીકળ્યા હતા કે તેઓ સત્યનારાયણની કથામાં ભાગવ લેવા જઇ રહ્યા છે. ગુજરાતના ત્રણ ગ્રુપ નાથ દ્વારા દર્શન કરીને રિસોર્ટ આવ્યા હતા. જ્યારે અન્ય એક ગ્રુપ જેમને ગુજરાતમાં સત્યનારાયણની કથા માટે જવાનું હતું તેઓએ મહિલાઓને કથામાં મોકલી પોતે રેવ પાર્ટીમાં પહોંચી ગયા.